🚗 ટોલ કલેક્શન અને રિફંડની માહિતી
ટોલ પ્લાઝા પરથી પસાર થતી દરેક ગાડી પરથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, જેનો ઉપયોગ રસ્તાઓના જતન અને વિકાસ માટે થાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ટેકનિકલ ખામીઓ કે ટોલ સ્ટાફની ભૂલને કારણે ટોલ ફી બે વાર કપાઈ જાય છે.
2024માં, આ પ્રકારના 12.55 લાખ કેસમાં લોકોના પૈસાનું રિફંડ કરવામાં આવ્યું છે.
ટોલ પર વધુ ચાર્જ કપાવાના કારણો
🛑 ફાસ્ટેગ (FASTag) સિસ્ટમમાં ટેકનિકલ ભૂલો
🛑 ગાડી ટોલ પરથી ન પસાર થવા છતાં પૈસા કપાઈ જવાનું
🛑 ગાડીના રૂટ કે કેટેગરી પ્રમાણે કરતાં વધુ ટેક્સ વસૂલ થવો
🛑 ટોલ ઓપરેટરના દસ્તાવેજીકરણમાં ભૂલ થવી
સરકારનું મોટું પગલું
🚦 રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે,
👉🏻 જો ટોલ પ્લાઝા દ્વારા ગેરકાયદેસર ટોલ વસૂલવામાં આવે, તો ટોલ કલેક્શન એજન્સી પર 1500 ગણા સુધી દંડ લગાવી શકાય.
👉🏻 2024માં 410 કરોડ ફાસ્ટેગ ટ્રાન્જેક્શનમાંથી 12.55 લાખ કેસ ભૂલથી કપાયેલા પૈસાના હતા, જે કુલ 0.03% છે.
👉🏻 અત્યાર સુધી આજેન્સીઓ પર ₹2 કરોડથી વધુ દંડ વસૂલવામાં આવ્યો છે.
👉🏻 5 લાખથી વધુ કેસમાં રિફંડ કરવામાં આવ્યું છે.
તમારા કાપાયેલા ટોલના પૈસા પાછા કેવી રીતે મેળવશો?
💰 તમારા FASTag એકાઉન્ટમાંથી પૈસા ગેરકાયદેસર કપાઈ ગયા છે? તો તમે આ રીતે રિફંડ માગી શકો:
📞 ટોલ ફ્રી નંબર: 1033 પર કોલ કરો.
📧 ઈમેલ કરો: falsededuction@ihmcl.com
👉🏻 પૈસાની વાપસી માટે ફરિયાદ નોંધાવા વિલંબ ન કરો! 🚗💨