Meta New Policy:
આજકાલ Facebook અને Instagram નો ઉપયોગ આખી દુનિયામાં થાય છે. પણ ભારતમાં તેને વાપરવા માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ હવે આ એપ્સ વાપરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે.
શું છે નવી યોજના?
Meta કંપની બ્રિટેનમાં એવી યોજના પર કામ કરી રહી છે કે જો યૂઝર્સ પોતાના ફીડમાં એડ જોવું નથી માંગતા, તો તેમને એક સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે. BBCની એક રિપોર્ટ અનુસાર, Meta પહેલાથી જ યુરોપિયન યુનિયન (EU) માં એડ-ફ્રી મેંબર્શીપ સર્વિસ પ્રદાન કરે છે અને હવે આ યોજના બ્રિટેનમાં પણ લાવવાની તૈયારી છે.
મેટા શા માટે આ નિર્ણય લાવી રહ્યું છે?
આ નિર્ણય પાછળ એક કાનૂની મામલો છે. Metaએ બ્રિટિશ નાગરિકને પર્સનલ એડ બતાવવાનું બંધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. આ મામલો લંડન હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો, પણ Metaએ કોર્ટ કેસ ટાળવા માટે સોલ્યુશન આપી દીધું.
માનવાધિકાર કાર્યકર તાન્યા ઓ’કેરલે 2022માં Meta સામે $1.5 ટ્રિલિયન નો કેસ કર્યો હતો. તેમનો આરોપ હતો કે Metaએ યુકેના ડેટા કાયદા નું ઉલ્લંઘન કરી પર્સનલ ડેટા એકઠું કર્યું અને ટાર્ગેટેડ એડ બતાવ્યા. યુકે ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ તેમનો સમર્થન આપ્યું અને કહ્યું કે ટાર્ગેટેડ એડ્સ પર આપત્તિ ધરાવતા લોકોને તેઓ સહાય કરશે.
EU માં Metaની એડ-ફ્રી સર્વિસ
Meta એ 2023માં યુરોપિયન યુનિયન (EU) માં એડ-ફ્રી મેંબર્શીપ સર્વિસ લોન્ચ કરી હતી, જે General Data Protection Regulation (GDPR) અને Digital Markets Act (DMA) જેવા નિયમોનું પાલન કરે છે.
નવેમ્બર 2023માં, Metaએ પોતાની સબ્સ્ક્રિપ્શન સર્વિસ ની કિંમતોમાં 40% સુધી કપાત કરી.
- વેબ વર્ઝન: €9.99 થી ઘટાડીને €5.99 પ્રતિ મહિનો
- iOS અને Android: €12.99 થી ઘટાડીને €7.99 પ્રતિ મહિનો
ભારત પર શું અસર પડશે?
હવે જો Meta આ યોજના ભારતમાં લાવે છે, તો Facebook અને Instagram ફ્રીમાં વાપરવાની આદત બદલાશે. યૂઝર્સને એડ-ફ્રી અનુભવ માટે પૈસા ચૂકવવા પડી શકે છે.
Metaનો આ નિર્ણય યૂઝર્સ માટે એક ચિંતાનો વિષય બની શકે છે, કેમ કે ફ્રી સર્વિસનું રૂપાંતર પેઈડ મોડલમાં કરવું સૌને પસંદ નહીં આવે.