પ્રથમવાર પોતાના માટે પ્રચાર કરીશ- પ્રિયંકા ગાંધી, વાયનાડથી નોંધાવી ઉમેદવારી
વાયનાડ લોકસભા પેટાચૂંટણી 2024 માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેણીએ કહ્યું કે, મારા માટે પ્રથમવાર ચૂંટણી પ્રચાર કરીશ. જો પ્રિયંકા આ ચૂંટણી જીતે છે, તો તે સંસદમાં પહોંચનાર ગાંધી પરિવારમાંથી ત્રીજી વ્યક્તિ હશે.
પ્રિયંકા ગાંધીએ બુધવારે કેરળમાં વાયનાડ લોકસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી સાથે તેમની માતા અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેમના ભાઈ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અન્ય ઘણા નેતાઓ હાજર હતા.
નોમિનેશન પહેલા પ્રિયંકા ગાંધીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમના ભાઈ અને લોકસભાના નેતા રાહુલ ગાંધી, પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન વાડ્રા તેમની સાથે હાજર હતા. લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રોડ શો દરમિયાન, તેમણે એક નાની બાળકી સાથે પણ કેટલીક ક્ષણો વિતાવી હતી. પાર્ટીના નેતા અને IUML નેતા પીકે કુન્હાલીકુટ્ટીએ પણ તેમની સાથે રોડ શોમાં ભાગ લીધો હતો.
વાયનાડમાં એક જાહેરસભાને સંબોધતા કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે મને 35 વર્ષ થયા છે, હું અલગ-અલગ ચૂંટણી માટે પ્રચાર કરી રહી છું. આ પહેલીવાર છે જ્યારે હું મારા માટે તમારું સમર્થન મેળવવા અભિયાન ચલાવી રહી છું. તેણે વધુમાં કહ્યું કે સત્ય અને અહિંસાએ મારા ભાઈને પ્રેમ અને એકતા માટે ભારતભરમાં 8000 કિલોમીટર ચાલવા માટે પ્રેરિત કર્યા. તે તમારા સમર્થન વિના શક્ય નહતું. જ્યારે આખી દુનિયા તેની તરફ પીઠ ફેરવી રહી હતી ત્યારે તમે મારા ભાઈની પડખે ઉભા હતા. તમે તેમને લડતા રહેવા માટે તમારી શક્તિ અને હિંમત આપી.
Read Also 96-Year-Old Advani Joins Active Membership of BJP, Founded Party with Atal Bihari Vajpayee in 1980