38°C
November 2, 2024
Entertainment

કૃષ્ણા અભિષેક ગોવિંદાના ઘરે પહોંચ્યો, શું બંને વચ્ચેનો વિખવાદ ખતમ થઈ ગયો ?

  • October 23, 2024
  • 1 min read
કૃષ્ણા અભિષેક ગોવિંદાના ઘરે પહોંચ્યો, શું બંને વચ્ચેનો વિખવાદ ખતમ થઈ ગયો ?

કૃષ્ણા અભિષેક તેના 7 વર્ષ જૂના ઝઘડાને ભૂલીને આખરે તેના મામાના ઘરે પહોંચી ગયો. તેને ગોવિંદાના ખબર-અંતર પૂછ્યા છે. હાલમાં જ ગોવિંદાએ મિસફાયર કર્યું હતું અને ગોળી તેના પગમાં વાગી હતી. હોસ્પિટલમાં 3-4 દિવસની સારવાર બાદ તે ઘરે પરત ફર્યો હતો.

પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેક અને બોલિવૂડ એક્ટર ગોવિંદા વચ્ચેની લડાઈનો આખરે અંત આવ્યો છે. 7 વર્ષ પછી ક્રિષ્ના તેના મામાના ઘરે જઈને તેણે ગોવિંદાના ખબર-અંતર પૂછ્યા છે. તેને કહ્યું કે તેણે અડધો વનવાસ પૂરો કર્યો છે.

આ મહિનાની શરૂઆતમાં ગોવિંદા તેની બંદૂકમાંથી નીકળેલી ગોળીથી ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે ડેવિડ ધવનથી લઈને રવિના ટંડન સહિત અનેક જાણીતી હસ્તીઓ તેમની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચી હતી.

ગોવિંદાનો ભાણીયો કૃષ્ણા અભિષેક તે સમયે ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહ્યો હતો. પરંતુ તેની પત્ની કાશ્મીરા શાહે તે સમયે ગોવિંદાની તબિયત પુછી હતી. કૃષ્ણા અભિષેક હાલમાં જ ગોવિંદાને તેના ઘરે મળવા ગયો હતો. તેમણે કહ્યું કે ચી ચી મામાની રિકવરી સારી ચાલી રહી છે. તેણે કહ્યું, ‘હું ઓસ્ટ્રેલિયામાં હતો જ્યારે મેં ચી ચી મામા સાથે થયેલા અકસ્માત વિશે સાંભળ્યું હતું.  

ક્રિષ્નાએ આગળ કહ્યું, ‘હું ભારત પાછો ફર્યો કે તરત જ હું 7 વર્ષમાં પહેલીવાર મામાને મળવા ગયો. એવું લાગ્યું કે જાણે મેં અડધો વનવાસ પૂરો કર્યો. મેં તેની સાથે લગભગ એક કલાક વિતાવ્યો અને સાત વર્ષ પછી નમ્મો (ગોવિંદાની પુત્રી ટીના આહુજા)ને મળ્યો. તે એક ભાવનાત્મક ક્ષણ હતી.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *