સમરીઃ
વડાપ્રધાન મોદી હરિયાણા વિધાનસભા ચૂંટણી સંદર્ભે કુરૂક્ષેત્રમાં જનસભા સંબોઘશે. PMની કુરુક્ષેત્રની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી સુભાષ સુધા અને કુરૂક્ષેત્રના એસપી વરુણ સિંગલાએ થીમ પાર્કમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.

સ્ટોરીઃ
હરિયાણા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા વધુને વધુ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે ભાજપના પ્રચાર માટે ખુદ વડાપ્રધાન મોદી કુરૂક્ષેત્રમાં જનસભાને સંબોધવાના છે. કુરૂક્ષેત્રમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
કુરૂક્ષેત્રના એસપી સિંગલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે બહારથી પોલીસ પણ બોલાવવાનું આયોજન કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક નગરી કુરૂક્ષેત્રમાં થીમ પાર્કમાં જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાનની રેલીનો સમય બપોરે 3 વાગ્યાની આસપાસનો રહેશે. જેની તૈયારીમાં ભાજપ વ્યસ્ત છે. વડાપ્રધાનની રેલીને લઈને પોલીસ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે.
વરુણ સિંગલા કુરુક્ષેત્રના પોલીસ અધિક્ષકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વડાપ્રધાન પ્રચાર કરવા કુરૂક્ષેત્ર પહોંચી રહ્યા છે. વડાપ્રધાનની રેલી અને સુરક્ષાને લઈને કુરુક્ષેત્ર પોલીસ ફુલ એલર્ટ મોડ પર છે. વડાપ્રધાનની રેલીને લઈને અન્ય જિલ્લાઓમાંથી વધારાની પોલીસ પણ અહીં બોલાવવામાં આવશે. જેઓ અહીં ટ્રાફિકને કંટ્રોલ કરવાથી લઈને વડાપ્રધાનને સુરક્ષા આપવા સુધીની ફરજ પર તૈનાત રહેશે.
પોલીસ દ્વારા જિલ્લામાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર નાકા ગોઠવીને વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. કુરૂક્ષેત્ર પોલીસ પણ સીસીટીવી કેમેરા પર નજર રાખી રહી છે અને કુરુક્ષેત્રમાં થતી દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.