38°C
November 22, 2024
india

ગડકરીનું વધુ એક ભાજપ સરકાર વિરૂદ્ધ નિવેદન, સરકારને ગણાવી વિષકન્યા

  • September 30, 2024
  • 1 min read
ગડકરીનું વધુ એક ભાજપ સરકાર વિરૂદ્ધ નિવેદન, સરકારને ગણાવી વિષકન્યા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે,  પ્રગતિ કરવા માટે સરકારથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે સબસિડી માટે સરકાર પર નિર્ભર રહેવાને બદલે અન્ય યોજનાઓ બનાવવી વધુ સારૂ છે. તેમણે સરકારને વિષકન્યા સાથે સરખાવતા ચકચાર મચી ગઈ છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મોદી સરકાર વિરૂદ્ધ નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમણે આવું જ એક નિવેદન આપતી વખતે સરકારને વિષકન્યા ગણાવી છે. ગડકરીએ ઉદ્યોગપતિઓને દરેક વસ્તુ માટે સરકાર પર નિર્ભર ન રહેવા કહ્યું છે.

વિદર્ભ આર્થિક વિકાસકર્તા દ્વારા આયોજિત પ્રવાસન વિકાસ પર અમેઝિંગ વિદર્ભકોન્ફરન્સમાં ગડકરીએ આ પ્રકારના નિવેદન આપતા કહ્યું કે, કોઈપણ પક્ષ સત્તામાં હોય, તેનાથી હંમેશા દૂર રહો. સરકાર વિષકન્યાછે અને જે તેની સાથે જાય છે તેને ડૂબી જાય છે.

સબસિડી મુદ્દે ગડકરીએ લાડલી બહેન યોજનાનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઉદ્યોગકારોને સબસિડી ક્યારે મળશે તે અંગે કોઈ નિશ્ચિતતા નથી કારણ કે સરકારે લાડલી બેહના યોજનામાટે વ્યવસ્થા કરવાની છે.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, પાવર સબસિડી ન મળવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો હતો. તેથી ઉત્તમ એ છે કે પોતાની જ યોજનાઓ બનાવવી. તેમણે વિદર્ભમાં રોકાણકારો રોકાણ કરતા નથી એવી નિષ્ફળતા પણ સરાજાહેર કબૂલી હતી.

Read Also Amit Shah Criticizes Kharge’s Statement About PM Modi

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *