કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, પ્રગતિ કરવા માટે સરકારથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે સબસિડી માટે સરકાર પર નિર્ભર રહેવાને બદલે અન્ય યોજનાઓ બનાવવી વધુ સારૂ છે. તેમણે સરકારને વિષકન્યા સાથે સરખાવતા ચકચાર મચી ગઈ છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મોદી સરકાર વિરૂદ્ધ નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમણે આવું જ એક નિવેદન આપતી વખતે સરકારને વિષકન્યા ગણાવી છે. ગડકરીએ ઉદ્યોગપતિઓને દરેક વસ્તુ માટે સરકાર પર નિર્ભર ન રહેવા કહ્યું છે.
વિદર્ભ આર્થિક વિકાસકર્તા દ્વારા આયોજિત પ્રવાસન વિકાસ પર ‘અમેઝિંગ વિદર્ભ‘ કોન્ફરન્સમાં ગડકરીએ આ પ્રકારના નિવેદન આપતા કહ્યું કે, કોઈપણ પક્ષ સત્તામાં હોય, તેનાથી હંમેશા દૂર રહો. સરકાર ‘વિષકન્યા‘ છે અને જે તેની સાથે જાય છે તેને ડૂબી જાય છે.
સબસિડી મુદ્દે ગડકરીએ લાડલી બહેન યોજનાનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઉદ્યોગકારોને સબસિડી ક્યારે મળશે તે અંગે કોઈ નિશ્ચિતતા નથી કારણ કે સરકારે ‘લાડલી બેહના યોજના‘ માટે વ્યવસ્થા કરવાની છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, પાવર સબસિડી ન મળવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો હતો. તેથી ઉત્તમ એ છે કે પોતાની જ યોજનાઓ બનાવવી. તેમણે વિદર્ભમાં રોકાણકારો રોકાણ કરતા નથી એવી નિષ્ફળતા પણ સરાજાહેર કબૂલી હતી.
Read Also Amit Shah Criticizes Kharge’s Statement About PM Modi