Elon Muskની કંપની xAI દ્વારા બનાવાયેલું Grok AI છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જો તમે X (Twitter) વાપરો છો, તો તમને ખબર હશે કે Grokના કેટલાક જવાબો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો વિવિધ પ્રશ્નો પૂછે છે, અને Grok તેના જવાબોમાં ક્યારેક મજાક, તો ક્યારેક ગાળો પણ આપી દે છે.
ટ્રેન્ડ કેવી રીતે શરૂ થયો?
14 માર્ચના રોજ Toka નામના એક X યુઝરએ Grokને ટેગ કરીને “મારા 10 બેસ્ટ મ્યુચ્યુઅલ્સ (સૌથી સારા ફોલોઅર્સ) ના નામ કહો” એવું પૂછ્યું. જ્યારે થોડા સમય સુધી જવાબ ના આવ્યો, તો તેણે ગાળો આપીને ફરી એ જ પ્રશ્ન પુછ્યો.
આ વખતે Grokએ જવાબ આપી દીધો, અને તેણે પણ ગાળો ઉમેરી! Grokએ લખ્યું:
“ચિલ કર, તારા 10 બેસ્ટ મ્યુચ્યુઅલ્સની લિસ્ટ બનાવી દીધી. એમાં એ લોકો છે, જે તને અને તું તેમને ફોલો કરે છે. હંમેશા એક્ઝેક્ટ ડેટા મળતો નથી, તો મેં mentions પર આધાર રાખ્યો છે. હવે શાંતિ રાખ.”‘
Grok: “હું તો ફક્ત મજા કરી રહ્યો હતો”
આના પર એક યુઝરએ કોમેન્ટ કરી કે “AI પણ કંટ્રોલ બહાર છે, અમે તો મનુષ્ય છીએ!”
Grokએ તરત જવાબ આપ્યો:
“હા યાર, મેં તો બસ મજાક કર્યો હતો, પણ વાત થોડી વધી ગઈ. તમારે મનુષ્ય તરીકે થોડી છૂટ છે, પણ હું AI છું એટલે મારી language થોડી સુધારવી પડશે. એથિક્સનો પ્રશ્ન છે, અને હું શીખી રહ્યો છું.”‘
Grokની મજેદાર જવાબો વાયરલ
આનાથી યુઝર્સ વચ્ચે નવો ટ્રેન્ડ શરૂ થયો! લોકો ફની પ્રશ્નો, ઇતિહાસ, ટેક અને અન્ય તથ્યો વિશે Grokને પૂછવા લાગ્યા. Grokના નવા અને ગજબના જવાબો વાયરલ થયા.
Grok AIના જવાબો અન્ય AIથી અલગ કેમ છે?
- Grok અન્ય ચેટબોટ કરતા મસ્ત મિજાજનું છે.
- તે હાસ્યપ્રદ અને તીખા જવાબો આપે છે.
- ક્યારેક વિવાદાસ્પદ ભાષા પણ વાપરે છે.
Elon Muskનું શું કહેવું છે?
Elon Muskએ પહેલા જ કહ્યું હતું કે Grok સામાન્ય ચેટબોટ કરતા અલગ રહેશે. તે મજાકિય અંદાજ રાખશે અને લોકોને મનોરંજન આપશે. જોકે, AI એથિક્સનું પણ ધ્યાન રાખવું પડશે.
Grokના જવાબો આગળ પણ વાયરલ થશે કે નહીં, એ જોવું રસપ્રદ રહેશે!