પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી રેલીમાં ગોળીબાર, રાજકીય તંગદીલી સર્જાઈ
સમરીઃ
પાકિસ્તાનની તહેરિક-એ-ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાન ૧ વર્ષ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. ઈમરાનના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યુ હતું. આ રેલીમાં ગોળીબાર થયો અને પોલીસે ટીયર ગેસ છોડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી પાકિસ્તાનમાં રાજકીય તંગદીલી સર્જાઈ ગઈ છે.
સ્ટોરીઃ
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઈન્સાફની રેલી યોજાઈ હતી. આ રેલીમાં ગોળીબાર થતા ભારે નાસભાગ મચી હતી. પોલીસે ઈમરાન ખાનના સમર્થકોને હટાવવા ટીયર ગૅસના શેલ છોડયા હતા. છેલ્લા ૧ વર્ષથી વધુ સમય કરતા ઈમરાન ખાન જેલમાં છે.
આ ઘટના બાદ ઈમરાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, હું આખું જીવન જેલમાં વિતાવવા તૈયાર છું પરંતુ આઝાદી માટે કોઈ સમજુતિ નહીં કરૂં. ઈમરાન ખાનને પાંચ ઓગસ્ટ-2023થી તોશાખાના કેસમાં દોષિત ઠેરવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
અરાજકતાને લીધે હિંસા ફેલાય તે ડરે ઈસ્લામાબાદના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના ફવાદ ચૌધરીએ પણ ફાયરિંગમાં ઘણા સમર્થકોના મોતનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ સર્જાઈ છે.