સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ખોલાયા, ડેમની જળ સપાટી 134.55 મીટરે પહોંચી
સમરીઃ
સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં જળ સપાટી 134.55 મીટરે પહોંચી ગઈ છે. જેથી તંત્ર દ્વારા ડેમના 15 દરવાજા 2.25 મીટર ખોલવામાં આવ્યા છે.
સ્ટોરીઃ
હાલ નર્મદા ડેમ 88 ટકા જેટલો ભરેલો છે. નર્મદા નદીમાં કુલ 2,13,655 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના માટે ડેમના 15 દરવાજા 2.25 મીટર ખોલવામાં આવ્યા છે.
જો કે સાવચેતીના ભાગરૂપે વડોદરા, ભરૂચ, નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગઈકાલે આ ડેમમાં 3.80 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. તેથી ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવું પડ્યું છે. જો કે વડોદરા, ભરૂચ, નર્મદા જેવા જિલ્લાના ૪૦થી વધુ ગામોને આ બાબતની માહિતી આપીને એલર્ટ કરી દેવાયા છે.
રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસેલા ભારે વરસાદના કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. 9 અને 10 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આ વર્ષનો સીઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.