સિંગાપોર ભારતમાં રોકાણ કરવા આતૂર, વડાપ્રધાનની ઉદ્યોગપતિઓ સાથેની બેઠક રહી સફળ
સમરીઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના પ્રવાસે છે. તેઓ સિંગાપોરના ઉદ્યોગપતિઓને મળ્યા હતા. જેમાં ત્યાંના બિઝનેસ જાયન્ટ્સે ભારતમાં રોકાણ કરવા તત્પરતા દર્શાવી છે. આ રોકાણથી ભારતમાં વિદેશી હુંડિયામણ અને રોજગારમાં વધારો થશે.
સ્ટોરીઃ
સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્થાનિક બિઝનેસ હાઉસની એક મહત્વની બેઠક થઈ હતી. આ બેઠક ભારતના દ્રષ્ટિકોણથી સફળ રહી છે. સિંગાપોર હવે ભારતમાં રોકાણ કરવા તૈયાર છે.
સિંગાપોરમાં બિઝનેસ લીડર્સ સમિટને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. તેમણે ભારતમાં એરપોર્ટના વિકાસમાં રોકાણ કરવા કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યુ કે, અમારી સરકારનો આ ત્રીજો કાર્યકાળ છે અને 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજીવાર જનાદેશ મળ્યો છે. તેનું મુખ્ય કારણ અમારી સરકારની નીતિઓમાં લોકોનો વિશ્વાસ છે.
વડાપ્રધાન મોદીની બિઝનેસ લીડર્સ સાથેની મીટિંગમાં સિંગાપોરની કંપનીઓએ રૂ. 5 લાખ કરોડ કરતાં વધુ રોકાણ કરવા માટે તત્પરતા દર્શાવી હતી.