સમરીઃ
દેશભરમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. ખેતીલાયક વરસાદ ઉપરાંત અતિવૃષ્ટિ પણ થઈ રહી છે. હજૂ વરસાદનું વિઘ્ન શમ્યું નથી. દેશમાં ગુજરાત ઉપરાંત અન્ય ૨૨ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સ્ટોરીઃ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલ વરસાદના કારણે 200થી વધુ ગામડાંઓ પાણીમાં ડૂબી ગયા છે. ગુજરાતના સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારે વરસાદના કારણે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપતાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા 3 દિવસથી વરસાદના કારણે આશરે 33 લોકોના મોત થયા છે. 400થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 140 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર આંધપ્રદેશમાં આશરે સાડાચાર લાખ લોકો પૂરગ્રસ્ત થયા છે. 100થી વધુ રાહત કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. વિજયવાડા, ગુંટુર, કૃષ્ણા, એલુરૂ, પાલનાડુ, બાપટલા, પ્રકાશમમાં પૂરથી મોટાપાયે તારાજી સર્જાઈ છે.
ગુજરાતની 10 નદીઓ અને 100થી વધુ તળાવો છલકાઈ ગયા છે. 100થી વધુ રસ્તાઓ બ્લોક છે. માત્ર વડોદરામાંથી જ 20 હજાર લોકોને બચાવીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે.