બ્રાઝિલમાં એલન મસ્કની એક્સ કંપની પર પ્રતિબંધ મુકાયો, જાણો શું છે સમગ્ર મામલો?
સમરીઃ
માઈક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને બ્રાઝિલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાઝિલની સરકારે એક્સ કંપની દ્વારા જ્યાં સુધી કોર્ટના તમામ નિયમોનું પાલન અને નક્કી કરેલ દંડની ચૂકવણી ન કરે ત્યાં સુધી પ્રતિબંધ લાદી દીધો છે.
સ્ટોરીઃ
વર્ષ 2024ના એપ્રિલ મહિનાથી બ્રાઝિલમાં એલન મસ્કની એક્સ કંપનીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં બ્રાઝિલ સરકારે એક્સના અનેક એકાઉન્ટ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ એકાઉન્ટ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાડાયો હતો.
બ્રાઝિલિયન કોર્ટે એકસ કંપનીને પોતાના કાયદા પ્રતિનિધિની નિમણુક કરવા આદેશ કર્યો હતો. એલન મસ્ક અને તેની કંપનીએ આ આદેશનું ઉલ્લંઘન કર્યુ હતું. જેના પરિણામે હવે બ્રાઝિલમાં એકસ કંપની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
બ્રાઝિલ સરકાર અને કોર્ટના આ નિર્ણય પર એકસના માલિક એલન મસ્કે પ્રતિક્રિયા આપી છે. મસ્કે જણાવ્યું હતું કે વાણી સ્વાતંત્ર્યતા એ કોઈપણ લોકશાહીનો આધાર છે. મસ્કે કહ્યું કે, બ્રાઝિલના ન્યાયાધીશો જનતાને પસંદ નથી અને તેઓ રાજકીય દબાણમાં આવીને ખોટા નિર્ણયો કરી રહ્યા છે.