ઈન્ટેલ કંપનીની મુશ્કેલીઓનો અંત જ આવતો નથી, 15000થી વધુ કર્મચારીઓની છટણી કર્યા બાદ હવે પ્લાન્ટ બંધ કરાશે

સમરીઃ
માઈક્રોચિપ જાયન્ટ ઈનટેલ અત્યારે સમસ્યાઓમાં ઘેરાયેલ છે. તાજેતરમાં કંપનીએ 15000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. તેમ છતાં હવે કંપનીને તેના પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી રહી છે.

સ્ટોરીઃ
એક રિપોર્ટ અનુસાર ચિપ મેકિંગ ક્ષેત્રની જાયન્ટ કંપની ઈનટેલ અત્યારે મુશ્કેલી અને પડકારોનો સામનો કરી રહી છે. કંપની વર્તમાનમાં રોકાણ માટે વિવિધ બેન્કો સાથે બેઠકો કરી રહી છે.
કંપનીએ તાજેતરમાં પડકારોને પહોંચી વળવા માટે ચિપ ડીઝાઈનિંગ અને મેન્યુફેકચરિંગ બિઝનેસ અલગ કર્યા છે. જો કે કંપની પર રોકાણકારોનું દબાણ વધી રહ્યું છે. કંપનીને કાયદાકીય સમસ્યાઓ પણ નડી રહી છે.
ઈનટેલ તાજેતરમાં જ 15000થી વધુ કર્મીઓની છટણી કરીને લોસ કવર કરવાની કોશિશ કરી છે. જો કે કંપની તરફથી અધિકારીક નિવેદનમાં જણાવાયું છે કે વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં કંપનીને 1,61 બિલીયન ડોલરનો નેટલોસ થયો છે.
ઈનટેલ કંપનીના શેરમાં પણ 26 ટકાથી વધુનો ઘટાડો નોંધાતા કંપનીના પ્રદર્શનમાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે. કર્મચારીઓની છટણી બાદ કંપની હવે પોતાના બિઝનેસને વધારવા માટેના ઉપાયો શોધી રહી છે.