અમદાવાદથી ગાંધીનગરનું અપડાઉન બનશે સરળ, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો
સમરીઃ
અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા કર્મચારીઓ અને નાગરિકો માટે સારા સમાચાર છે. હવે મોટેરા સ્ટેડિયમથી લઈને મહાત્મા મંદિર સુધી મેટ્રોની સુવિધા શરૂ થશે. વડાપ્રધાન મોદી પોતાના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન આ સુવિધાનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે.
સ્ટોરીઃ
ગુજરાતના ટ્વીન સિટી બની ગયેલા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અવરજવર વધુ સુગમ બનશે. મોટેરાના વિશ્વ વિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સુધી મેટ્રો રેલની સુવિધા શરૂ થવા જઈ રહી છે. આ મેટ્રો અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી દોડશે.
સપ્ટેમ્બરના આગામી સપ્તાહે વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ આ પ્રવાસ દરમિયાન અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે. જે પૈકી એક મોટેરાથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ પણ હોઈ શકે છે. આ સુવિધાથી અમદાવાદથી ગાંધીનગરની અવરજવર વધુ સુગમ બનશે.
અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલના રૂટમાં અનેક સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, કોબા ગામ પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ઈન્ફોસિટી, અક્ષરધામ, સચિવાલય, સેક્ટર ૨૪ અને મહાત્મા મંદિર જેવા સ્ટેશનનો સમાવેશ થાય છે.