શું ભાજપ હરિયાણા ચૂંટણી પ્રચારની રણનીતિ મહારાષ્ટ્રમાં રિપીટ કરશે ? યોગી આદિત્યનાથને સોંપાશે મહત્વની જવાબદારી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હરિયાણાની વ્યૂહરચના અપનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. જેમાં હિન્દુ મતો પર ફોકસ મુખ્ય એજન્ડા છે. મોદી, શાહ અને યોગીના પ્રચાર માટે ૭૦ થી વધુ બેઠકો નક્કી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મુખ્ય એજન્ડા હિન્દુ મતો પર ફોકસનો છે. જો કે હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં જે રણનીતિ અપનાવી હતી તે જ રણનીતિ મહારાષ્ટ્રમાં પણ ભાજપ રિપીટ કરી શકે છે. મોદી, શાહ અને યોગીના પ્રચાર માટે ૭૦ થી વધુ બેઠકો નક્કી કરવામાં આવી છે. આરએસએસનું ધ્યાન ગ્રામ્ય વિસ્તારો પર રહેશે. જેમાં ખાસ કરીને મરાઠવાડા અને વિદર્ભના ગામડાઓને આવરી લેવાશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા માટે, ભાજપ હરિયાણામાં અજમાવવામાં આવી હતી તે જ વ્યૂહરચનાનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ યોજનાને અમલમાં મૂકવા માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં હાઇ-પ્રોફાઇલ પ્રચાર સભાઓનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે.
હરિયાણામાં પ્રતિકૂળ સંજોગોમાં પણ ભાજપની સત્તામાં વાપસી માટે અપનાવવામાં આવેલી રણનીતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં મોદી-શાહ-યોગીની ૭૦થી વધુ સભાઓ યોજાશે. સૂત્રોનું કહેવું છે કે આ ૭૦ સભાઓમાંથી મોદીની ૧૮ જ્યારે શાહ અને યોગીની ૨૬-૨૬ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Read Also 7 Names Nominated for Maharashtra Legislative Council, BJP-NCP-Shiv Sena Get Seats