38°C
October 17, 2024
World

બાંગ્લાદેશમાં લોકશાહીની સ્થાપના અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે અમે સમર્થન કરીએ છીએ- અમેરિકા

  • September 17, 2024
  • 1 min read
બાંગ્લાદેશમાં લોકશાહીની સ્થાપના અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે અમે સમર્થન કરીએ છીએ- અમેરિકા

બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિપૂર્ણ સંક્રમણને સમર્થન આપવાને અમેરિકાએ સહમતિ દર્શાવી છે. અમેરિકાએ ચૂંટણી બાદ બાંગ્લાદેશના વિકાસ, લોકશાહી અને આર્થિક વૃદ્ધિમાં મદદ કરવાનું વચન આપ્યું છે.

બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિપૂર્ણ અને કાયદેસર સંક્રમણને સમર્થન આપવું દરેકના હિતમાં છે. આ નિવેદન અમેરિક એમ્બેસેડર રિચાર્ડ વર્મા  તરફથી આવતા અમેરિકાનું વલણ બાંગ્લાદેશ માટે સ્પષ્ટ થયું છે. અમેરિકન એમ્બેસેડરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે સૌથી મહત્વની બાબત એ છે કે લોકશાહી, શાંતિપૂર્ણ, કાયદેસર સંક્રમણને ટેકો આપવાનો પ્રયાસ કરવો.

વર્માએ બાંગ્લાદેશની જનતાને અપીલ કરી હતી કે, “તે બાંગ્લાદેશના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ કેવી રીતે અને ક્યારે નવી ચૂંટણી યોજવા જઈ રહ્યા છે અને આ સંક્રમણકારી સરકાર કેટલો સમય રહેશે.”

નાયબ સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ  રિચાર્ડ વર્માએ આ નિવેદન, હડસન ઇન્સ્ટિટ્યૂટ ખાતે જણાવ્યું હતું. તેમણે બાંગ્લાદેશમાં અમેરિકાની ભૂમિકા વર્ણવતા કહ્યું કે, અમારી ભૂમિકા લોકોના સહાયક બનવાની છે, આ લોકશાહી માર્ગ પર આપણે કેવા પ્રકારનું સમર્થન આપી શકીએ છીએ તે પ્રદાન કરવું. શાંતિપૂર્ણ લોકશાહી પ્રક્રિયા અને સંક્રમણ માટે અમારું સમર્થન આપવાનું વચન પાળવા માટે અમારી ટીમે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી.

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *