ક્વિન વિક્ટોરિયાનો ઈટાલિયન વિલા પાલ્મીરી વેચવાનો છે, કિંમત છે રૂ.૪૬૦ કરોડ
બ્રિટનની ક્વિન વિક્ટોરિયાનો ઈટાલિયન વિલા પાલ્મીરી હવે વેચાણઅર્થે મુકાયો છે. આ વિલાની કિંમત રૂ.૪૬૦ કરોડ નક્કી કરવામાં આવી છે. ક્વિન ઈટાલીમાં રજા ગાળવા માટે હંમેશા આ જ વિલા પસંદ કરે છે. આ તેમનો મનપસંદ વિલા છે.
ક્વિન વિક્ટોરિયાનો મનપસંદ ઇટાલિયન હોલિડે વિલા પાલ્મીરી રૂ 460 કરોડમાં વેચાણ માટે જાહેર કરાયો છે. વિલા પાલ્મીરી ફ્લોરેન્સની બહારની ટેકરીઓમાં આવેલો છે. ઇટાલિયન રિયલ એસ્ટેટ એજન્સી, ડ્રીમર રિયલ એસ્ટેટ દ્વારા આ મિલકત હવે વેચાણ માટે સૂચિબદ્ધ કરાઈ છે, જેની કિંમત $55 મિલિયન ડોલર્સ (અંદાજે રૂ. 460 કરોડ) છે.
રિયલ એસ્ટેટ એજન્સીના જણાવ્યા મુજબ, ઐતિહાસિક ટસ્કન વિલા લગભગ 4,000 ચોરસ મીટર (43,000 ચોરસ ફૂટ)માં ફેલાયેલો છે અને તેનો બગીચો નવ હેક્ટર (22 એકર)માં ફેલાયેલો છે, જે તેને શહેરનો બીજો સૌથી મોટો પાર્ક છે. વિલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટા હૉલનો સમાવેશ થાય છે, જેમાં આરસ લાગેલ છે.
14મી સદીમાં આ વિલાની પ્રથમ માલિકી ફિની પરિવાર પાસે હતી. ત્યારબાદ 1454માં માટ્ટેઓ ડી માર્કો પાલ્મીરીએ આ વિલા ખરીદ્યો હતો. તેમણે આ મિલકતને પોતાનું નામ આપ્યું હતું.