આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ, આજે પણ રજાને બદલે પીએમ ગુજરાતથી ઓડિશાનો પ્રવાસ કરશે
આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે. આજના દિવસે ભાજપ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યકર્મો યોજવામાં આવે છે. જો કે જન્મદિવસે રજા લેવાને બદલે વડાપ્રધાન ગુજરાતથી ઓડિશાનો પ્રવાસ કરશે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં મહેસાણાના વડનગરમાં થયો હતો. તેઓ ભારતીય રાજકારણમાં ભાજપ પક્ષમાં જોડાયા બાદ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, હાલમાં તેઓ વારાણસીથી લોકસભાના સાંસદ (MP) છે. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ સૌ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન પદે શપથ લીધી હતી અને હાલ તેઓ દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. જો કે સતત કાર્યરત એવા નરેન્દ્ર મોદી આજે રજા લેવાને બદલે ગુજરાતથી ઓડિસાના પ્રવાસે જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરથી ગુજરાતનાં પ્રવાસે છે. તેમણે છેલ્લા ૨ દિવસથી રાજ્યમાં યોજાયેલ સમિટ તેમજ વિવિધ સમારંભમાં હાજરી આપી હતી. જ્યારે તેઓ પોતાના જન્મ દિવસે સવારે 9 વાગે અમદાવાદથી ઓડિશા જવા રવાના થયા છે.