38°C
November 22, 2024
Entertainment

અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકનું ટાઈટલ બન્યું માથાનો દુખાવો, ટ્રોલર્સે બરાબરનો ટ્રોલ કર્યો

  • October 23, 2024
  • 1 min read
અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકનું ટાઈટલ બન્યું માથાનો દુખાવો, ટ્રોલર્સે બરાબરનો ટ્રોલ કર્યો

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની પર્સનલ લાઈફ અને તેની આગામી ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના ટીઝરને કારણે ચર્ચામાં છે.  આ ફિલ્મના ટાઈટલને લઈને ટ્રોલર્સે ઐશ્વર્યા રાય સાથે વાત કરવાની સલાહ આપીને ટ્રોલ કર્યો છે.

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના ટાઈટલને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિષેક એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે જે હંમેશા જીવનની પોઝિટિવ સાઈડ જૂએ છે. આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે.

એક તરફ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સમાં છે. આ સાથે જ તેની આગામી ફિલ્મનું ટીઝર પણ આવી ગયું છે. તેની રિલીઝ ડેટ પણ જણાવામાં આવી છે. અભિનેતા સુજીત સરકારની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકમાં જોવા મળશે.

ટીઝર શેર કરતી વખતે, અભિનેતાએ કહ્યું કે આ એક વ્યક્તિની વાર્તા છે જે હંમેશા જીવનની સારી બાજુને જુએ છે પછી ભલે તેણે ગમે તેટલા પડકારોનો સામનો કરવો પડ્યો હોય.

આઈ વોન્ટ ટુ ટોકની ઝલક શેર કરતાં અભિષેક બચ્ચને લખ્યું, ‘આપણે બધા એવા વ્યક્તિને જાણીએ છીએ જે વાત કરવા માટે જીવવાનું પસંદ કરે છે. અહીં એક એવા માણસની વાર્તા છે જે હંમેશા જીવનની ઉજ્જવળ બાજુને જુએ છે. તમે તે વ્યક્તિને ટેગ કરો જે વાત કરવા માટે જીવે છે!

ટીઝરમાં અભિષેક બચ્ચનનો વોઈસ ઓવર છે અને કારના ડેશબોર્ડ પર તેના ચહેરાનું કાર્ટૂન મૂકવામાં આવ્યું છે. અભિનેતા કહે છે કે તેને વાત કરવાનું પસંદ નથી. તે વાત કરવા માટે જીવે છે. જીવતા અને મરવા વચ્ચેનો આ એકમાત્ર મૂળભૂત તફાવત છે. જીવંત લોકો બોલી શકે છે. મૃતકો બોલી શકતા નથી.આમાં, તેની રિલીઝ ડેટ 22 નવેમ્બર દર્શાવવામાં આવી છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *