પુણે કોર્ટે રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં પાઠવ્યા સમન્સ
રાહુલ ગાંધીને સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ નેતા પર હિન્દુત્વ વિચારધારા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે રાહુલ ગાંધીને ૨૩મી ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવું પડશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હિન્દુત્વ વિચારધારા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપસર વિનાયક દામોદર સાવરકરના પૌત્ર દ્વારા ફોજદારી માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પૂણેની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. જેમાં 23 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.
ગત વર્ષે સાવરકરના પૌત્ર, સાત્યકી સાવરકરે આ સંબંધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂણેની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (FMFC) કોર્ટમાંથી સાંસદો અને ધારાસભ્યો માટેની વિશેષ અદાલતમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
સાત્યકી સાવરકરનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ સંગ્રામ કોલ્હટકરે જણાવ્યું કે જોઈન્ટ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (પ્રથમ વર્ગ) અમોલ શિંદેની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યો માટેની વિશેષ અદાલતે રાહુલ ગાંધી વિરૂદ્ધ સમન્સ જારી કરીને કહ્યું કે, તેમની હાજરી જવાબ આપવા માટે જરૂરી છે. ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 500 (બદનક્ષી) હેઠળ શિક્ષાપાત્ર આરોપ છે, અને તેણે 23 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવું જરૂરી છે.
સાત્યકી સાવરકરે આરોપ મૂક્યો હતો કે, રાહુલ ગાંધીએ માર્ચ 2023માં લંડનમાં આપેલા તેમના ભાષણમાં દાવો કર્યો હતો કે વી ડી સાવરકરે એક પુસ્તકમાં લખ્યું છે કે તેમણે અને તેમના પાંચથી છ મિત્રોએ એકવાર એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને તેમને (સાવરકર) વાગ્યું હતું.
Read Also CM Yogi Adityanath’s New Claims About Akhilesh Yadav and Shivpal Singh Yadav