ઝારખંડમાં NDAની બેઠક ફાળવણીને અંતિમ ઓપ અપાયો, ભાજપ ૬૮ બેઠકો પર લડશે ચૂંટણી
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે એનડીએમાં સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ બેઠક ફાળવણીની ભાજપે રાંચીમાં આ જાહેરાત કરી છે. જેમાં ભાજપને ફાળે ૬૮ બેઠકો આવી છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે એનડીએમાં બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાંચીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ મુજબ ભાજપ 68 બેઠકો પર, AJSU 10 બેઠકો પર, JDU 2 બેઠકો પર અને LJP (R) 1 બેઠક પર ચૂંટણી લડશે. ભાજપે તેના સાથી પક્ષો સાથે ચૂંટણી માટે બેઠકોની વહેંચણી નક્કી કરી છે.
ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણ અને સહ પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ રાંચીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી છે. ભાજપ અને તેના સાથી પક્ષોએ ઝારખંડ વિધાનસભાની કુલ 81 બેઠકો માટે સીટોની વહેંચણી કરી છે. સીટોની વહેંચણી નક્કી થતાં જ ભાજપ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.
AJSU સિલ્લી, રામગઢ, ગોમિયા, ઈચ્છાગઢ, માંડુ, જુગસલાઈ, ડુમરી, પાકુર, લોહરદગા અને મનોહરપુર બેઠકો પર ચૂંટણી લડશે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુને જમશેદપુર પશ્ચિમ અને તામર બેઠકો આપવામાં આવી છે. ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને ચતરા બેઠક મળી છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થશે. આ માટે ઉમેદવારો 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. 28મી ઓક્ટોબરે પેપરોની ચકાસણી થશે. ઉમેદવારો 30મી ઓક્ટોબર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. બીજા તબક્કા માટે 22 ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 29 ઓક્ટોબર બીજા તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ હશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 30 ઓક્ટોબરે થશે. ઉમેદવારો 1 નવેમ્બર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ઝારખંડમાં 2.6 કરોડ મતદારો છે.
Read Also Nayab Singh Saini Chosen as Leader of Haryana BJP Legislative Party, Amit Shah Present