હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના રસપ્રદ વિશ્લેષણ વચ્ચે NOTAની સ્થિતિ જાણવી પણ જરૂરી
ચૂંટણી પંચે આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કર્યા છે. જે અનુસાર હરિયાણામાં 0.38 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 1.48 ટકા મતદારોએ NOTA (ઉપરનામાંથી કોઈ નહીં) વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.
આજનો દિવસ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર માટે ખાસ રહ્યો છે. માત્ર રાજકીય પક્ષો જ નહિ પરંતુ આ બંને રાજ્યોમાં વસતા નાગરિકો માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે, આજે આ બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ જાહેર થયું છે. જો કે ચૂંટણી પરિણામોના રસપ્રદ વિશ્લેષણ વચ્ચે કેટલા મતદારોએ NOTA (ઉપરનામાંથી કોઈ નહીં) વિકલ્પનો ઉપયોગ કર્યો તે જાણવું પણ આવશ્યક છે.
જમ્મુ-કાશ્મીરમાં 1.48 ટકા અને હરિયાણામાં 0.38 ટકા મતદારોએ NOTAનો ઉપયોગ કર્યો હતો. આમ ધારાસભ્યોની પસંદગીમાં હરિયાણા કરતાં જમ્મુ-કાશ્મીરમાં વધુ મતદારોએ NOTAને પસંદ કર્યુ હતું.
ચૂંટણી પંચે જાહેર કરેલ આંકડા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો માટે ૩ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 63.88 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. તેમાંથી 1.48 ટકા મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો.
જ્યારે હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે ૨ કરોડથી વધુ મતદારોમાંથી 67.90 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી 0.38 ટકા મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો.
2013માં રજૂ કરાયેલ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પરના NOTA વિકલ્પનું પોતાનું પ્રતીક એક બેલેટ પેપર પર કાળો ક્રોસ છે. સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, ચૂંટણી પંચે EVM ની મતદાન પેનલ પર છેલ્લા વિકલ્પ તરીકે NOTA બટન ઉમેર્યું હતું.
Read Also Jammu Kashmir Election Results 2024: BJP and NC Win Two Seats Each in First Four Results