યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલ(UNSC)માં ભારતને કાયમી સભ્યપદ મળવું જોઈએ- ભુટાન
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ ઈચ્છે છે. હવે તેને વિશ્વના ઘણા દેશો તરફથી સમર્થન મળી રહ્યું છે. ભારતના પાડોશી દેશ ભૂટાનના વડા પ્રધાને યુએનજીએમાં તેમના ભાષણ દરમિયાન ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું હતું.
યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલ(UNSC)માં કોઈપણ દેશને કાયમી સભ્યપદ મળવું તે બહુ ગર્વની બાબત છે. પૂરતા દેશોનું સમર્થન હોય ત્યારે જ આ સભ્યપદ કાયમી થાય છે. ભારતને અત્યારે વિશ્વમાં એક પ્રકારનું ચોક્કસ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. આવામાં ભારતના પાડોશી દેશ ભૂટાનના વડા પ્રધાને યુએનજીએમાં તેમના ભાષણ દરમિયાન ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું હતું.
ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભારતની પ્રશંસા કરી હતી. વૈશ્વિક દક્ષિણમાં નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ અને નેતૃત્વને ટાંકીને, તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠક માટે ભારતની બિડને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન શેરિંગ તોબગેએ ભૂટાનના વિકાસ ભાગીદાર બનવા બદલ ભારતનો આભાર માન્યો હતો. શેરિંગે જણાવ્યું હતું કે ભૂટાન યુએનએસસી સુધારણાનો સમર્થક છે, વધુ પ્રતિનિધિ અને અસરકારક સંસ્થા પર ભાર મુકે છે.
Read Also Shigeru Ishiba Becomes Japan’s New PM, Third Prime Minister in Four Years