ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના સુપ્રીમોની દીકરીનું મૃત્યુ થયું, હવે યુદ્ધ વકરશે
ઈઝરાયેલની સેનાએ લેબનોનની રાજધાની બેરૂતમાં જોરદાર હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઘાતક હુમલામાં હિઝબુલ્લાહ ચીફની પુત્રી ઝૈનબનું મોત થયું છે.
ઈઝરાયેલે લેબનોનમાં અનેક હવાઈ હુમલા કર્યા હતા. બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ઈઝરાયેલની સેના હસન નસરાલ્લાહના મોતની વાતની અફવા ફેલાઈ હતી પરંતુ નસરાલ્લાહના મૃત્યુને બદલે તેની પુત્રી ઝૈનબના મૃત્યુ થયાના સત્તાવાર સમાચાર આવ્યા છે.
ઈઝરાયેલ કરેલ ઘાતક હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની પુત્રી ઝૈનબનું અવસાન થયું છે. જો કે, હિઝબુલ્લાહ અથવા લેબનીઝ અધિકારીઓએ પણ આની પુષ્ટિ કરી નથી. ઇઝરાયેલી ચેનલ 12એ ઝૈનબના મૃત્યુની જાણ કરી છે.
ઝૈનબ હિઝબુલ્લાહ પ્રત્યેની સ્પષ્ટ વફાદારી અને તેના પરિવારના બલિદાન માટે જાણીતી છે. ઝૈનબનો ભાઈ હાદી 1997માં ઇઝરાયેલના બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હતો. 2022માં અલ-મનાર ટીવી પર એક મુલાકાતમાં, તેણે તેના પરિવારની વિશે વાત કરી હતી.
Read Also Shigeru Ishiba Becomes Japan’s New PM, Third Prime Minister in Four Years