મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ તેલંગાણાના એક પર્યાવરણ પ્રેમીની કરી પ્રશંસા
વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમમાં અનેકવાર એવા સામાન્ય માણસોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેઓએ કંઈક વિશિષ્ટ કાર્યોમાં જીવન ખર્ચ્યું હોય. તેલંગાણાના રાજશેખરે 25,000 થી વધુ રોપાઓનું વાવેતર કરવાની વાત વડાપ્રધાને મન કી બાતમાં વર્ણવી છે.
વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત‘માં તેલંગાણાના પર્યાવરણ પ્રેમી રાજશેખરની પ્રશંસા કરી હતી. રાજશેખર એક પ્રકૃતિ પ્રેમી છે અને તેમને વૃક્ષો વાવવાનો શોખ છે. રાજશેખરે 25,000થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત‘ કાર્યક્રમમાં રેડિયો સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે અનોખા પ્રકૃતિપ્રેમી રાજશેખરની વાત કરી હતી. આ રાજશેખર તેલંગાણાના વતની છે અને તેમણે પોતાની પેશનને ફોલો કરીને ૨૫૦૦૦થી વધુ રોપાનું વાવેતર કરી પ્રકૃતિના જતનમાં પોતાનું યોગદાન આપ્યું છે.
તેલંગાણાના કોઠાગુડેમના કેએન રાજશેખરે તેમની આસપાસની જગ્યાને હરિયાળી રાખવા માટે એક અસાધારણ અભિયાન હાથ ધર્યું છે. સેન્ટ્રલ વર્કશોપના ફિટર રાજશેખરે વૃક્ષો વાવવાના શોખ માત્ર 11 વર્ષની ઉંમરેથી શરૂ કર્યો હતો. જુલાઈ 2020માં, રાજશેખરે ‘પ્રકૃતિ હરિતા દીક્ષા‘ નામની તેમની પહેલ શરૂ કરી છે. જેમાં રોજ એક રોપા વાવવાનું ટાસ્ક પૂર્ણ કરવાનું હોય છે.
Read Also Amit Shah Criticizes Kharge’s Statement About PM Modi