38°C
October 16, 2024
Entertainment

હાર્ટ થ્રોબ રજનીકાંતની ‘વેટ્ટાઈયાં’ સેન્સર બોર્ડમાં પાસ, મળ્યું U/A સર્ટિફિકેટ

  • October 1, 2024
  • 1 min read
હાર્ટ થ્રોબ રજનીકાંતની ‘વેટ્ટાઈયાં’ સેન્સર બોર્ડમાં પાસ, મળ્યું U/A સર્ટિફિકેટ

પેન ઈન્ડિયા મેગાસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ વેટ્ટાઈયાંરિલીઝ માટે તૈયાર છે. તાજેતરમાં જ નિર્માતાઓએ ફિલ્મના સર્ટિફિકેશન વિશે અપડેટ શેર કર્યું છે. હવે ફિલ્મ સેન્સર બોર્ડમાં પાસ થઈ ગઈ છે. થલાઈવાની ફિલ્મને મળ્યું છે U/A સર્ટિફિકેટ.

મેગાસ્ટાર રજનીકાંત અભિનીત ફિલ્મ વેટ્ટાઈયાંની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ ગયા સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. જયારે આજે  1 ઓક્ટોબરના રોજ, તેઓએ ફિલ્મના પ્રમાણપત્ર વિશે માહિતી આપી છે. થલાઈવાની ફિલ્મને મળ્યું છે U/A સર્ટિફિકેટ.

મંગળવારે લાઇકા પ્રોડક્શન હાઉસે વેટ્ટાઇયાંનું રજનીકાંતનું નવું પોસ્ટર રિલીઝ કર્યું અને ફિલ્મના સર્ટિફિકેશન વિશે જાણકારી આપી. મેકરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘વેટ્ટાયનને U/A સ્ટેમ્પ મળ્યો છે. એક અસાધારણ એક્શનથી ભરપૂર ફિલ્મ માટે તૈયાર રહો. વેટ્ટાયન 10 ઓક્ટોબરે તમિલ, તેલુગુ, હિન્દી અને કન્નડમાં રિલીઝ થઈ રહી છે.

નિર્માતાઓએ જણાવ્યું કે ફિલ્મનું ટ્રેલર ગાંધી જયંતિના અવસર પર રિલીઝ કરવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘વેટ્ટાઈયાંનું ટ્રેલર 2જી ઓક્ટોબરે રિલીઝ થઈ રહ્યું છે.  વેટ્ટાઇયાંરજનીકાંતની 170મી ફિલ્મ પણ છે. લાઇકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને તિરુવનંતપુરમ સહિત ભારતભરમાં ઘણા સુંદર સ્થળોએ કરવામાં આવ્યું છે.

Read also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *