બાંગ્લાદેશમાં આદિવાસીઓની નિર્મમ હત્યાને યુએન દ્વારા વખોડવામાં આવી, યુનુસ સરકારને જનતાની સુરક્ષા કરવા કહ્યું
સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાં જુમ્મા લોકોના હિતની રક્ષા કરવા હાકલ કરી હતી, જેમાં મુખ્યત્વે આદિવાસીઓ વસે છે. યુએનએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને સ્વદેશી લોકોની સુરક્ષા કરવા જણાવ્યું છે. જુમ્મા લોકો વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાતી અટકાવવાની હાકલ પણ કરી છે.
જુમ્માએ બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાં વસતી ૧૧ જાતિઓનું સામૂહિક નામ છે. યુનાઈટેડ નેશન્સ પરમેનન્ટ ફોરમ ઓન ઈન્ડીજીનસ ઈસ્યુઝના ચેરપર્સન હિન્દો ઓમારો ઈબ્રાહિમ અને યુએન સ્પેશિયલ રિપોર્ટર ઓન ધી રાઈટ્સ ઓફ ઈન્ડીજીનિયસ પીપલ્સ જોસે ફ્રાન્સિસ્કો કાલી ત્ઝેએ એક સંયુક્ત નિવેદનમાં વચગાળાની સરકારને આદિવાસીઓને હિંસક અને આડેધડ હુમલાઓથી બચાવવા હાકલ કરી હતી.
યુએનના અધિકારીઓએ સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મને આદિવાસી જુમ્મા લોકો વિરુદ્ધ ટીપ્પણીઓ અને ખોટી માહિતી ફેલાવતા અટકાવવા સંબંધિત પગલાં લેવા હાકલ કરી છે.
યુએન અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “તાજેતરની હિંસાને લીધે સ્થાનિક જુમ્મા લોકો વ્યાપક ભેદભાવનો ભોગ બન્યા છે. તેમના પર દાયકાઓથી બળજબરીથી હકાલપટ્ટી અને દમન ગુજારવામાં આવી રહ્યા છે.
યુએન પરમેનન્ટ ફોરમના અધ્યક્ષ અને સ્વદેશી લોકોના અધિકારો પર યુએન સ્પેશિયલ રિપોર્ટરે બાંગ્લાદેશની વચગાળાની સરકારને ૧૯૯૭ના CHT શાંતિ સમજૂતી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને અધિકારો પર યુએન ઘોષણામાં સમાવિષ્ટ જોગવાઈઓને લાગુ કરવા હાકલ કરી.
રાઇટ્સ એન્ડ રિસ્ક્સ એનાલિસિસ ગ્રુપ (RRAG) ના ડિરેક્ટર સુહાસ ચકમાએ જણાવ્યું હતું કે, “યુએન નિષ્ણાતો દ્વારા આ સંયુક્ત નિવેદન સ્વદેશી લોકો પર આચરવામાં આવતા નરસંહાર અને હિંસાના અન્ય કૃત્યોના ગુનાને માન્યતા આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him