મહારાષ્ટ્ર સીએમ શીંદેએ ઘાયલ ગોવિંદાના સમાચાર પુછ્યા, જો કે કાશ્મીરા શાહ ખબર કાઢવા પહોંચતા શરૂ થયું બઝિંગ
તાજેતરમાં જ અભિનેતા અને રાજકારણી ગોવિંદાએ આકસ્મિક રીતે પોતાને ગોળી મારી દીધી હતી. જે બાદ તેની ભાણેજ વહુ કાશ્મીરા તેને મળવા હોસ્પિટલ પહોંચી છે. ગોવિંદા અને તેના ભાણીયા કૃષ્ણા અભિષેક વચ્ચે કથિત રીતે વિવાદ ચાલી રહ્યો છે. જો કે કાશ્મીરા સિવાય મહારાષ્ટ્ર સીએમ શીંદે પણ હીરો નંબર ૧ના હાલચાલ પુછ્યા છે.
બોલીવૂડના હીરો નંબર વન ગોવિંદાએ અકસ્માતે પોતાની જાતને ગોળી મારી લીધી હોવાના સમાચાર આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આશ્ચર્ય ફેલાયું હતું. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં તેમનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે હવે ગોળી હટાવી દેવામાં આવી છે અને હું બિલકુલ ઠીક છું.
ગોવિંદાને સમગ્ર બોલીવૂડ અને દિગ્ગજો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. જેમાં કાશ્મીરા શાહનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરા શાહે ગોવિંદાના સમાચાર પુછતાં જ બી ટાઉનમાં બઝિંગ શરૂ થઈ ગયું હતું. જેનું મુખ્ય કારણ ગોવિંદા અને તેના ભાણીયા કૃષ્ણા અભિષેક વચ્ચેનો ગજગ્રાહ છે.
વાયરલ વીડિયોમાં એક્ટ્રેસ કાશ્મીરા શાહ તેના મામા સસરા ગોવિંદાને મળવા કૃતિ કેર હોસ્પિટલ પહોંચી હતી. તે કારમાંથી નીચે ઉતરીને હોસ્પિટલની અંદર જતી જોવા મળી હતી. જો કે, હવે ગોવિંદાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે પોતે જ વોઈસ નોટ દ્વારા આ જાણકારી આપી છે.
ફોન પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની ખબર-અંતર પૂછ્યું. તેમણે ગોવિંદાને ફોન કર્યો અને તેની તબિયત વિશે અપડેટ્સ લીધા. ગોવિંદા 2024માં શિવસેનામાં જોડાયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો સુપરસ્ટાર સાથે આ અકસ્માત સવારે 4.45 વાગ્યે થયો હતો. અભિનેતા સવારે બહાર જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તે તેની લાઇસન્સ રિવોલ્વર તપાસી રહ્યો હતો. તે જ સમયે, બંદૂક અકસ્માતે નીકળી ગઈ અને ગોળી સીધી ગોવિંદાના ઘૂંટણ પર વાગી હતી.
Read also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving