બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાનખાલિદા ઝિયાને ગંભીર લીવર સોરાયસીસ, હોસ્પિટલાઈઝ્ડ કરાયા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાને હોસ્પિટલાઈઝ્ડ કરાયા છે. તેઓ વડા લાંબા સમયથી લીવર સિરોસિસ, સંધિવા, ડાયાબિટીસ અને કિડની, ફેફસા, હૃદય અને આંખોને લગતી સમસ્યાઓ સહિત વિવિધ બિમારીઓથી પીડાઈ રહ્યા છે. હવે સ્થિતિ ગંભીર જણાતા પૂર્વ વડાં પ્રધાનને હોસ્પિટલાઈઝ્ડ કરાયા છે.
બાંગ્લાદેશના રાજકીય મહિલા વડાંઓના નસીબ તેમણે સાથ આપી રહ્યા નથી. શેખ હસીનાના સમાચારની શાહી હજૂ સુકાઈ નથી એવામાં બીજા એક મહિલા વડાંની તબિયત નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલાઈઝ્ડ કરાયા છે. બાંગ્લાદેશના પૂર્વ પીએમ
ખાલીદા ઝીયાને હોસ્પિટલાઈઝ્ડ કરાયા છે.
બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા ઝીયાને લીવર સોરાયસીસ ઉપરાંત અનેક શારીરિક તકલીફો વધી જતા તેમના અમુક ટેસ્ટ અનિવાર્યપણે કરવા પડે તેમ છે. તેથી મેડિકલ બોર્ડે તેણીને હોસ્પિટલાઈઝ્ડ કરી દીધા છે. તેણી છેલ્લા પાંચ વર્ષથી નજરકેદમાં હતી અને 6 ઓગસ્ટના રોજ તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ખાલિદા ઝિયાને ગુરુવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુન અખબારે જણાવ્યું હતું કે, 79 વર્ષીય બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ સવારે 1:40 વાગ્યે તેમના ગુલશન નિવાસસ્થાનથી એવરકેર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હજૂ 21 ઓગસ્ટે જિયા એ જ હોસ્પિટલમાં 45 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યા હતા. 23 જૂને તેની છાતીમાં પેસમેકર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું હતું.