ઇઝરાયેલમાં હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે
ભારત અને ઇઝરાયેલે ઇઝરાયેલમાં રોજગાર માટે ભારતીય કામદારોની ભરતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અનુસાર ભારતમાંથી કામદારોને ઈઝરાયલ મોકલવામાં આવી રહ્યા છે. જો કે ઈઝરાયલમાં હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે.
ભારત અને ઇઝરાયેલે ઇઝરાયેલમાં રોજગાર માટે ભારતીય કામદારોની ભરતી કરાર અનુસાર ઈઝરાયલમાં ભારતીય કામદારો જઈ રહ્યા છે. જો કે જેટલા ભારતીય બાંધકામના જાણકાર મજૂરો ત્યાં છે તેનાથી વધુ કામદારોની જરૂર ઈઝરાયલને છે. એક માહિતી અનુસાર ઈઝરાયલને હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે.
દિલ્હીમાં ઈઝરાયલ દૂતાવાસ તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય કરાર હેઠળ ઈઝરાયલ પહોંચેલા ભારતીય બાંધકામ કામદારોથી સંતુષ્ટ છે. ઈઝરાયેલે કામદારોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને રહેવાની યોગ્ય સુવિધા પૂરી પાડવાની ખાત્રી આપી છે.