સોમનાથ મંદિર નજીક મુસ્લિમોની ગેરકાયદેસર મિલકતો પર ડિમોલિશન યથાવત રહેશે- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમનાથ મંદિર નજીક મુસ્લિમોની ગેરકાયદેસર મિલકતો પર ડિમોલિશન યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. ગુજરાત સરકારે કહ્યું કે, અમે કાયદા મુજબ સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરી રહ્યા છીએ.
સુપ્રીમ કોર્ટે સોમનાથ મંદિરની આસપાસના અતિક્રમણ વિરોધી અભિયાન પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે મંદિરની નજીક મુસ્લિમોની સંપત્તિ તોડી પાડવાના મામલે દાખલ અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે મંદિરની નજીક ડિમોલિશનનું કામ ચાલુ રહેશે. આ મિલકતોમાં સો વર્ષ જૂની મસ્જિદનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત સરકારનું કહેવું છે કે દરિયા કિનારે સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે જો અમને લાગે કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશની અવગણના કરી છે, તો અમે યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપીશું.
એક મુસ્લિમ સંગઠન, ‘સુમસ્ત પટણી મુસ્લિમ જમાત‘,ના વરિષ્ઠ વકીલ સંજય હેગડે દ્વારા, આક્ષેપ કર્યો હતો કે 28 સપ્ટેમ્બરની વહેલી સવારે નવ ધાર્મિક માળખાને તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમાં મસ્જિદો, દરગાહ અને કબરોનો સમાવેશ થાય છે અને અહીં કામની દેખરેખ રાખનારા 45 લોકોના ઘરે પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે.
Read Also CM Yogi Adityanath’s New Claims About Akhilesh Yadav and Shivpal Singh Yadav