38°C
October 17, 2024
World

ઈઝરાયલ લેબનોન પર ત્રાટક્યુ, ઘાતક હુમલામાં અંદાજિત ૫૦૦ નાગરિકના મૃત્યુ

  • September 24, 2024
  • 1 min read
ઈઝરાયલ લેબનોન પર ત્રાટક્યુ, ઘાતક હુમલામાં અંદાજિત ૫૦૦ નાગરિકના મૃત્યુ

ઈઝરાયલે લેબનોન પર હુમલાની સંખ્યા વધારી દીધી છે. એક ઘાતક હુમલામાં અંદાજિત ૫૦૦ લેબનોન નાગરિકોના મૃત્યુ થયા છે. ઇઝરાયલે પૂર્વ લેબનોન અને દક્ષિણ લેબનોનના રહેવાસીઓને પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. તેથી હજારો લોકોએ સ્થળાંતર કરી લીધું નહિતર આ આંકડો વધી શકે તેમ હતો.

આ એક વર્ષમાં ઈઝરાયેલે લેબનોન પર સૌથી ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં અંદાજિત ૫૦૦ લેબનીઝના મૃત્યુ થયાનું કહેવાય છે. લેબનીઝ અધિકારીઓએ કહ્યું કે તેઓએ 80 હજારથી વધુ ઈઝરાયેલના શંકાસ્પદ કોલ ટ્રેસ કર્યા છે અને તેના પર કાર્યવાહી કરી રહ્યા છે.

હુમલાને લઈને ઈઝરાયેલની સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઘાતર હુમલામાં લગભગ 300 એવા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં હિઝબુલ્લાએ હથિયારોનો સંગ્રહ કર્યો હતો. કેટલાક હુમલા દક્ષિણી અને પૂર્વીય બેકા ખીણના નગરોના રહેણાંક વિસ્તારોમાં થયા હતા.

અગાઉ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર જોરદાર હુમલા કર્યા હતા. ઉત્તર ઇઝરાયેલમાં 100 થી વધુ રોકેટ, મિસાઇલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. 2006ના ઇઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ પછીના સૌથી મોટા હિજરતમાં બેરૂત તરફ જતી કારથી દક્ષિણ બંદર શહેર સિડોનનો મુખ્ય હાઇવે જામ થઇ ગયો હતો, સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો હતો.

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *