હરિયાણામાં મલ્લિકાર્જુન ખડગે સામે મોટો પડકાર, કેવી રીતે કોંગ્રેસમાં જાળવવી એક્તા?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીમાં આંતરિક કલહને રોકવા માટે મહેનત કરવી પડી રહી છે. ખડગે સાથેની મુલાકાત બાદ કુમારી શૈલજા લગભગ બે અઠવાડિયાના બાદ 26 સપ્ટેમ્બરથી ફરીથી ચૂંટણી પ્રચારમાં જોડાવાની છે.
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની એકતાને જાળવવાના પડકારનો સામનો કરી રહ્યા છે. હરિયાણામાં કોંગ્રેસ ૧૦ વર્ષ બાદ સત્તામાં પરત ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જનતામાં સત્તાધારી ભાજપ કરતા કોંગ્રેસનો દબદબો વધુ હોવાની હવા ઊભી થઈ છે.
તાજેતરમાં 90 વિધાનસભા બેઠકો માટે ટિકિટોની જાહેરાત પછી હરિયાણામાં કોંગ્રેસ માટે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ નારાજ કુમારી શૈલજાએ અચાનક 12 સપ્ટેમ્બરથી સક્રિય પ્રચારથી પોતાને દૂર કરી દીધા. જોકે હાઈકમાન્ડે કુમારી શૈલજા દ્વારા સૂચવવામાં આવેલા ૯ ઉમેદવારોને ટિકિટ આપી હતી.
ટિકિટ વિતરણના થોડા દિવસો પહેલા પૂર્વ રાજ્ય એકમના વડા શૈલજાએ જાહેરમાં મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે હુડ્ડા કેમ્પને પસંદ ન આવી. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શૈલજા ખડગેને મળ્યા હતા. આ દરમિયાન ખડગેએ તેમની ફરિયાદો પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી.