કર્ણાટક કોર્ટે નિર્મલા સીતારમણ વિરૂદ્ધ એફઆરઆઈ નોંધવાનો કર્યો આદેશ, ઈલેક્ટોરોલ બોન્ડ મુદ્દે આરોપ ઘડાયો
કર્ણાટકની એક અદાલતે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ધાકધમકીની ફરિયાદ પર કોર્ટે આ આદેશ આપ્યા છે.
કર્ણાટકની સ્પેશિયલ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો સામે ચૂંટણી બોન્ડ મુદ્દે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવા સૂચના માંગી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાકધમકી દ્વારા ખંડણી કરવામાં આવી હતી.
આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ધમકીના ગુના માટે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ દ્વારા 42મી એસીએમએમ કોર્ટમાં નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, નલિન કુમાર કાતીલ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર અને ભાજપ કર્ણાટક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદને ધ્યાનમાં રાખીને, કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો આદેશ કર્યો છે.
Read Also UP By-Election: Yogi Government Removes Muslim BLOs! SP Leader Makes Big Revelation with Names
1 Comment
[…] See here also : karnataka-court-orders-registration-of-fri-against-nirmala-sitharaman-on-electoral-bond-issue […]