ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેનના ઈમેલ હેક કરવાનો આરોપ ૩ ઈરાનીઓ પર મુકાયો
ટ્રમ્પ ઓફિસે 10 ઓગસ્ટના રોજ ખુલાસો કર્યો હતો કે, ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેનના ઈમેલ હેક કરવામાં આવ્યા છે. આ હેકિંગ કરવાની શંકા ઈરાનીઓ પર કરવામાં આવી હતી. જો કે હવે આ કેસમાં ૩ ઈરાનીઓ પર આરોપ મુકવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પ્રચાર કરવાની રણનીતિના ઈમેલ હેક થયા હોવાની ઘટના ઘટી હતી. આ હેકિંગ કરવાના આરોપો હવે ૩ ઈરાની નાગરિકો પર મુકી દેવામાં આવ્યા છે.
૩ આરોપી હેકર્સને ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની કામગીરીમાં સરકારી અધિકારીઓ, મીડિયાના સભ્યો અને બિન-સરકારી સંસ્થાઓની માહિતી હેક કરવાનું સામેલ હતું.
યુએસ ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે હેક-એન્ડ-ડમ્પ ઓપરેશનનો હેતુ અમેરિકન સમાજમાં વિખવાદ વાવવા, શોષણ કરવા અને ચૂંટણીના પરિણામોને સંભવિતપણે પ્રભાવિત કરવાનો હતો.
Read Also Shigeru Ishiba Becomes Japan’s New PM, Third Prime Minister in Four Years