ભારતીય સેનાની ત્રણેય પાંખનું શક્તિ પ્રદર્શન એટલે તરંગ શક્તિ 2024- રાજસ્થાનમાં યોજાશે ડિફેન્સ એક્સપો
સમરીઃ
સોમવારે જોધપુરમાં તરંગ શક્તિ ૨૦૨૪ અભિયાનનો પ્રારંભ થયો છે. જે સંદર્ભે ત્રણેય સેનાઓના વાઇસ ચીફ્સે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. તરંગ શક્તિ ૨૦૨૪ અંતર્ગત રાજસ્થાનમાં યોજાશે ડિફેન્સ એક્સપો.
સ્ટોરીઃ
રાજસ્થાનના જોધપુરમાં તરંગ શક્તિ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયતમાં પ્રથમ વાર આર્મી વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિ, એરફોર્સના વાઇસ ચીફ એર માર્શલ એપી સિંહ અને નેવી વાઇસ ચીફ કૃષ્ણા સ્વામીનાથને ભારતના સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન ભરી છે.
ત્રણેય વાઇસ ચીફની આ ફ્લાઈટને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત આ કવાયતમાં ભાગ લઈ રહેલા અમેરિકા સહિત ૭ દેશોના વાયુસેના અધિકારીઓ અને 16થી વધુ દેશોની સામે સ્વદેશી શસ્ત્રોનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.
તરંગ શક્તિ ૨૦૨૪માં 12 સપ્ટેમ્બરથી ડિફેન્સ એક્સ્પો શરૂ થશે, જેમાં સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ધ્રુવ સામેલ સહિત અન્ય હથિયારો પ્રદર્શિત કરવામાં આવશે.