કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં ૨ ટેરરીસ્ટ ગ્રૂપે શાંતિ કરાર કર્યા
સમરીઃ
ત્રિપુરામાં હવે શાંતિમય વાતાવરણની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ સર્જાઈ છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (એટીટીએફ) જેવા ટેરરીસ્ટ ગ્રૂપે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સ્ટોરીઃ
નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (એટીટીએફ) જેવા ટેરરીસ્ટ ગ્રૂપે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા, ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. આ શાંતિ કરાર ઉત્તર-પૂર્વ માટે 12મો અને ત્રિપુરા સંબંધિત ૩જો કરાર છે.
આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ત્રિપુરા શાંતિ કરારના મેમોરેન્ડમ પર ૨ અગ્રણી ટેરરીસ્ટ ગ્રૂપ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 10,000 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. NLFT અને ATTFના શરણાગતિ અને શાંતિ કરારને કારણે લગભગ 328 વધુ સશસ્ત્ર કેડર મુખ્ય પ્રવાહમાં ભળશે.
આ શાંતિપૂર્ણ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, 35 વર્ષના સંઘર્ષ પછી આતંકવાદી જૂથોએ શસ્ત્રો છોડ્યા અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. સમગ્ર ત્રિપુરાના વિકાસ પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વ ભારતમાં માત્ર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી ઉપરાંત લોકોના હૃદય વચ્ચેનું અંતર પણ દૂર થયું છે.