મધ્યપ્રદેશમાં ઉંદરોએ એવું તે શું કર્યુ કે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બનાવવો પડ્યો એક્શન પ્લાન???
મધ્યપ્રદેશના અશોકનગરમાં એક પુલને ઉંદરોએ કોતરી કાઢ્યો છે. જેના કારણે બ્રિજ રોડ પર ધસી ગયો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી સિંધિયાને આ સમાચાર મળ્યા તો તેમણે નવા ઓવરબ્રિજના નિર્માણ એકશન પ્લાન બનાવવો પડ્યો. સાર્વજનિક બાંધકામ વિભાગ અને બ્રિજ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ નવા ઓવરબ્રિજ માટે સ્થળ શોધ્યું છે.
મધ્યપ્રદેશના અશોકનગરમાં ઉંદરોએ પુલને કોતરી નાંખતા આ પુલ પરનો રોડ ધસી પડ્યો હતો. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના અશોકનગર શહેરના સૌથી જૂના ઓવરબ્રિજ પર બની હતી. પુલની નીચે ઉંદરોએ ખાડા કરી દીધા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પેચવર્ક હોવા છતાં, સમસ્યા યથાવત છે કારણ કે ઉંદરો વારંવાર રસ્તા પર ફરતા હોય છે. હવે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ સમસ્યાની નોંધ લેવી પડી છે અને તેના ઉકેલ માટે એક્શન પ્લાન બનાવવો પડ્યો છે.
જ્યારે આ સમાચાર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સુધી પહોંચ્યા તો તેમણે નવા ઓવરબ્રિજ માટે આદેશ આપ્યો. સિંધિયાની સૂચના પર બ્રિજ કોર્પોરેશનના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આ પુલ 40 વર્ષ પહેલા તત્કાલિન સાંસદ રાજમાતા વિજયા રાજે સિંધિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. સમય જતાં પુલ જર્જરિત બન્યો અને તેના સમારકામની જરૂરિયાત વધી. તાજેતરમાં, ઉંદરોએ પુલની નીચે ખાડા કરી દીધા છે, જેના કારણે સમસ્યા વધુ વકરી છે. ઉંદરોએ રોડને એટલી હદે ચીરી નાખ્યો હતો કે ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેના કારણે પુલ જોખમી બન્યો હતો.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જૂના બ્રિજને રિપેર કરીને નવો ઓવરબ્રિજ બનાવવાની સૂચના આપી છે. આ માટે જાહેર બાંધકામ વિભાગ અને બ્રિજ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. બ્રિજ કોર્પોરેશનના એસડીઓ રવિન્દ્ર શર્માએ જૂના બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને નવા બ્રિજ માટે જગ્યા શોધી હતી.
આ દરમિયાન અનેક જનપ્રતિનિધિઓ સ્થળ પર હાજર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા પુલના નિર્માણથી શહેરના વિસ્તરણની સાથે ટ્રાફિકનું દબાણ ઓછું કરવામાં મદદ મળશે.
Read Also Lucknow to Get International Exhibition-cum-Convention Center, Many Events Can Be Held