બાંગ્લાદેશની પાકિસ્તાનને લપડાક, અમે ૧૯૭૧ ભૂલ્યા નથી સારા સંબંધો માટે માફી માંગો
બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધોના પક્ષમાં છે પરંતુ ૧૯૭૧ને ભૂલી શકાય તેમ નથી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું કે પાકિસ્તાન સાથેના મતભેદો દૂર કરી શકાય છે પરંતુ આ માટે ઈસ્લામાબાદને ૧૯૭૧ની વાત કરવાની અને માફી માંગવાની હિંમત બતાવવી પડશે.
પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે સંબંધો સુધારવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારમાં આ પ્રયાસો ફરી એકવાર સઘન થઈ રહ્યા છે. જો કે, 1971માં બંગાળી લોકો પર પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલ અત્યાચાર સંબંધો સુધારવાના પ્રયાસોમાં સૌથી મોટી અડચણ બની રહી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધોના પક્ષમાં છે પરંતુ ૧૯૭૧ને ભૂલી શકાય તેમ નથી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું કે પાકિસ્તાન સાથેના મતભેદો દૂર કરી શકાય છે પરંતુ આ માટે ઈસ્લામાબાદને ૧૯૭૧ની વાત કરવાની અને માફી માંગવાની હિંમત બતાવવી પડશે.
ઢાકામાં વિદેશ મંત્રાલયમાં હુસૈને કહ્યું કે, ‘બાંગ્લાદેશ ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ અમે ૧૯૭૧ની ભયાનકતા ભૂલી ગયા નથી. પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત કરવા હોય તો એ અત્યાચારોની માફી માંગવી પડશે.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine