પહેલો જીવલેણ હુમલો જ્યાં થયો હતો તે શહેરમાં ટ્રમ્પ ફરીથી કરશે ચૂંટણી પ્રચાર
આજે શનિવારે ડોનાલ્ટ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. આ એ જ શહેર છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રથમ જીવલેણ હુમલો થયો હતો. જો કે આ ચૂંટણી પ્રચારની ધ્યાનાકર્ષક બાબત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ધનકુબેર એલન મસ્ક પણ જોડાવાના છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી પ્રચાર કરવાનું નક્કી કરીને સૌને ચોંકાવી દીધા છે કારણ કે, આ એ જ બટલર શહેર છે જેમાં તેમની પર પ્રથમવાર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં એક ગોળી તેમના કાનને ઘાયલ કરીને પસાર થઈ હતી.
બટલર શહેરમાં આ વખતના ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારની મહત્વની બાબત એ છે કે તેમાં એલન મસ્ક જોડાવાના છે. મસ્કે આ માહિતી તેમના એક્સ હેન્ડલ પર આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, હું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસના સ્થળે ચૂંટણી રેલી માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાવા જઈ રહ્યો છે. આ ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પને એલન મસ્ક સાથે સેનેટર જેડી વેન્સ અને તેમના પુત્ર એરિક ટ્રમ્પ પણ જોડાશે.
ટ્રમ્પ, જે 2017 થી 2021 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, તેઓ નવેમ્બરમાં બીજા કાર્યકાળ માટે સખત સ્પર્ધામાં છે. પેન્સિલવેનિયાને અમેરિકન ચૂંટણીનું એક મહત્વપૂર્ણ સ્વિંગ સ્ટેટ માનવામાં આવે છે.
નવેમ્બરમાં અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી નજીક આવી રહી હોવાથી મસ્ક રાજકીય રીતે વધુ સક્રિય બન્યા છે, વારંવાર ટ્રમ્પના સમર્થન વિશે પોસ્ટ કરે છે અને ડેમોક્રેટ પર હુમલો કરે છે.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel