ભાઈબીજે ભાઈને હોટલમાં જમાડવાનો ટ્રેન્ડ, બહેનો કુટુંબ સાથે વિતાવી શકે છે ક્વાલિટી ટાઈમ
દિવાળીના પર્વો પૈકીના ભાઈબીજ પર્વે બહેન ઉત્સાહથી ભાઈને ઘરે જમવા આમંત્રણ આપે છે. જો કે આજના સમયે બહેનો ભાઈ સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરવા માટે હોટલ અને રેસ્ટોરાને ફર્સ્ટ પ્રેફરન્સ આપી રહી છે. જેનાથી ભાઈ અને પરિવાર સાથે જે ફ્રી ટાઈમ મળે તે ક્વોલિટી ટાઈમ બની જાય.
દિવાળી એટલે પાંચ પર્વોનો સૂમહ. આ તહેવારો પૈકી ભાઈબીજ બ્રધર્સ અને સીસ્ટર્સ માટે બહુ સ્પેશિયલ હોય છે. બહેનો આમંત્રણ આપીને ભાઈને ઘરે જમવા બોલાવે છે. ભાઈઓ પણ પોતાના પરિવાર સાથે બહેનના આમંત્રણને માન આપીને જમવા પધારે છે.
બહેનો ભાઈને મનપસંદ વાનગીઓ આ દિવસે ખાસ તૈયાર કરે છે. જો કે આ વિવિધ વાનગી બનાવવામાં બહેનોનો ખૂબ સમય વેડફાય છે, બહેનોને મોટાભાગનો સમય કિચનમાં રહેવું પડે છે. તેથી ભાઈ સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકાતો નથી. જો કે મોર્ડન જમાનાની સીસ્ટર્સે આ સમસ્યાનું સોલ્યુશન શોધી લીધું છે.
હવે સીસ્ટર્સ હોટલ્સ અને રેસ્ટોરાઝમાં જમવાનું આમંત્રણ બ્રધર્સને આપે છે. આ ટ્રેન્ડને લીધે અમદાવાદની તમામ હોટલ્સ અને રેસ્ટોરા હાઉસફુલ જોવા મળી રહ્યા છે. અમદાવાદના પોશ વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, ઈસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, સિંધુ ભવન રોડ પર અનેક ફેમસ રેસ્ટોરામાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
Read Also ગુજરાતના ૪૧ સાંકડા પુલોને પહોળા કરવામાં આવશે, કુલ ૨૦ માર્ગો પર હળવો થશે ટ્રાફિક