ગુજરાતના ૪૧ સાંકડા પુલોને પહોળા કરવામાં આવશે, કુલ ૨૦ માર્ગો પર હળવો થશે ટ્રાફિક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંને હળવી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંને હળવી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના ૨૦ જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા ૪૧ હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રીએ ૨૪૫.૩૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા ૪૧ પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ સમસ્યા આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુસર આ ૨૪૫.૩૦ કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે.
Read Also Arvind Kejriwal’s Big Statement: ‘Don’t Worry, I Am Back and…