38°C
October 16, 2024
Entertainment

‘ભૂલ ભૂલૈયા ૩’નું ટાઈટલ ટ્રેક રિલીઝ થયું, કુલ ૩ ગાયકોએ ગાયું છે ધાસુ સોન્ગ

  • October 16, 2024
  • 1 min read
‘ભૂલ ભૂલૈયા ૩’નું ટાઈટલ ટ્રેક રિલીઝ થયું, કુલ ૩ ગાયકોએ ગાયું છે ધાસુ સોન્ગ

‘ભૂલ ભુલૈયા ૩’નું ટાઈટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત કુલ ૩ ગાયકોએ ભેગા મળીને ગાયું છે. આ ટ્રેકમાં ફિલ્મના હીરો કાર્તિક આર્યને બહુ સુંદર ડાન્સ કર્યો છે.

T-Series અને ભૂષણ કુમારે આજે ૧૬મી ઑક્ટોબરે ભૂલ ભૂલૈયા ૩નું ટાઈટલ ટ્રૅક રિલીઝ કર્યું છે, જેમાં ભારતના લોકપ્રિય સ્ટાર કાર્તિક આર્યન છે. આ ટ્રેક સોન્ગ ચાર્ટની સાથે સાથે દર્શકોના દિલ પર પણ રાજ કરશે તેમ મેકર્સ માની રહ્યા છે. આ ટ્રેક એક વિઝ્યુઅલ ટ્રીટ છે, જેમાં કાર્તિક આર્યન તેની આકર્ષક સ્પૂકી સ્લાઇડડાન્સ મૂવ્સ કરી રહ્યો છે.

આ ટ્રેકને ખાસ બનાવે છે તેના ૩ ગાયકો. જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર પિટબુલ, પંજાબી ગાયક દિલજીત દોસાંઝ અને નીરજ શ્રીધરનો સમાવેશ થાય છે. આ ટ્રેકમાં ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીના મૂળ સારને જાળવી રાખવામાં આવ્યો છે જ્યારે આધુનિક અને આંતરરાષ્ટ્રીય ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવ્યા છે.

પ્રિતમ અને તનિષ્ક બાગચીની આગેવાની હેઠળ નીરજ શ્રીધરનો અલગ પડતો અવાજ આ ટાઈટલ ટ્રેકની સિગ્નેચર છે. આ ટ્રેક વૈશ્વિક બીટ્સ અને દેશી ફ્લેવરનું સંપૂર્ણ મિશ્રણ છે.  જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે.

અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, ભૂલ ભૂલૈયા ૩ બોલિવૂડની મનપસંદ હોરર-કોમેડી ફ્રેન્ચાઈઝીના વારસાને આગળ ધપાવતી ફિલ્મ છે. ભૂલ ભુલૈયા 3 આ નવેમ્બર 1, 2024 ના રોજ તેની ભવ્ય રીલિઝ માટે તૈયાર છે.

Read Also Kalki 2898 AD Box Office Collection Day 4: ₹555 Crore Worldwide

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *