38°C
October 16, 2024
Entertainment

‘ભૂલ ભલૈયા 3’નું નવું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ, દિવાળીએ ડરાવશે પ્રેક્ષકોને આ ફિલ્મ

  • September 26, 2024
  • 1 min read
‘ભૂલ ભલૈયા 3’નું નવું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ, દિવાળીએ ડરાવશે પ્રેક્ષકોને આ ફિલ્મ

કાર્તિક આર્યનની આગામી અને મોસ્ટ અવેટેડ ફિલ્મ ભૂલ ભુલૈયા-૩નું નવું પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.  આ નવા પોસ્ટરમાં મંજુલિકાની ડરામણી તસવીર છે. રૂહ બાબાના રૂપમાં મશાલ લઈને ઊભેલા કાર્તિકની એક ઝલક દેખાય છે.

કાર્તિક આર્યનની ભૂલ ભલૈયા 3 આ દિવાળીએ રિલીઝ થવા જઈ રહી છે, જ્યારે કાર્તિકે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરીને પ્રેક્ષકોને મંજુલિકાની ઝલક બતાવી છે. અદ્ભુત પોસ્ટર શેર કરતી વખતે, કાર્તિકે લખ્યું – રૂહ બાબા vs મંજુલિકા…આ દિવાળી, ભુલ ભુલૈયા 3.

આ પોસ્ટ પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું- રૂહ બાબા આવી ગયા છે, આ વખતે બોક્સ ઓફિસ પર ધમાકો થશે. એકે ટિપ્પણી કરી સૌથી વધુ રાહ જોવાતી લડાઈ, રૂહ બાબા વિ મંજુલિકા. બીજા એકે લખ્યું- દિવાળી ધમાકા અતિ ઉત્સાહિત. એકે કમેન્ટ કરી – રુહ બાબાનો જાદુ ફરી ત્રાટકશે, અમે મંજુલિકાની ઝલક જોવા માટે આતુર છીએ.

સ્વાભાવિક છે કે કાર્તિક આર્યન આ ફિલ્મમાં રૂહ બાબાના પાત્રમાં દેખાશે.  તેની ઓપોઝિટ તૃપ્તિ ડિમરી છે. આ સિવાય વિદ્યા બાલન, રાજપાલ યાદવ, વિજય રાજ ​​જેવા કલાકારો હશે. ફિલ્મનું સરપ્રાઈઝ ફેક્ટર માધુરી દીક્ષિત છે. દિવાળીના અવસર પર રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.

Read Also Is Bachchan Family Ignoring Aishwarya Rai Bachchan? Simi Garewal Reacts

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *