માલદીવના રાજદૂતને તાલિબાનીઓ સાથે મુલાકાત ભારે પડી, મુઈઝુ સરકારે તતડાવ્યા
માલદીવના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે માલદીવના હાઈ કમિશનર મોહમ્મદ થોહા અને તાલિબાનના પ્રતિનિધિ સરદાર અહેમદ શકીબ વચ્ચેની બહુચર્ચિત બેઠકને સરકારે મંજૂરી આપી નથી. આથી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલદીવ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપતું નથી.
માલદીવે પાકિસ્તાનમાંથી પોતાના રાજદૂત મોહમ્મદ થોહાને પરત બોલાવ્યા છે. માલદીવના મોહમ્મદ મુઈઝુની સરકારે પાકિસ્તાનમાં અફઘાન તાલિબાનના રાજદ્વારી અહેમદ શાકેબ સાથે મુલાકાત કર્યા બાદ આ કડક નિર્ણય લીધો છે.
થોહાએ ઈસ્લામાબાદમાં શાકેબ સાથે મીટિંગ કરી હતી, જેની જાણકારી તેણે પોતાની સરકારને અગાઉ આપી ન હતી. જેનાથી નારાજ માલદીવ સરકારે તેને પરત બોલાવી લીધા છે. માલદીવના વિદેશ મંત્રાલયે તેને તેની સરકાર દ્વારા લેવામાં આવેલી ‘યોગ્ય કાર્યવાહી‘ ગણાવી છે.
ધ ન્યૂઝના અહેવાલ મુજબ, માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે માલદીવના હાઈ કમિશનર મોહમ્મદ થોહા અને તાલિબાનના પ્રતિનિધિ સરદાર અહેમદ શાકિબ વચ્ચેની બહુચર્ચિત બેઠકને સરકારે મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં ઈસ્લામાબાદમાં યોજાયેલી આ બેઠક બાદ માલદીવે પાકિસ્તાનમાં પોતાના ટોચના રાજદ્વારીને પરત બોલાવ્યા હતા. ઈસ્લામાબાદમાં માલદીવ મિશનની વેબસાઈટ પરથી થોહાનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him