ગાઝા યુદ્ધમાં ભારતીય મૂળના ઈઝરાયેલી સૈનિકનું મૃત્યુ, માત્ર ૨૧ વર્ષે વ્હોરી શહીદી
ગાઝામાં ચાલી રહેલી લડાઈમાં એક ભારતીય મૂળના ઈઝરાયેલ સૈનિકે જીવ ગુમાવ્યો છે. ગાઝામાં હમાસ સાથેની લડાઈ દરમિયાન માર્યા ગયેલા સૈનિકનું નામ ગેરી લાલરુકિમા ઝોલાટ હતું. Bnei Menashe સમુદાયના ગેરી ઝોલાટ માત્ર 21 વર્ષનો હતો.
ગાઝામાં હમાસ સાથેની લડાઈ દરમિયાન માર્યા ગયેલા સૈનિકનું નામ ગેરી લાલરુકિમા ઝોલાટ હતું. Bnei Menashe સમુદાયના ગેરી ઝોલાટ માત્ર 21 વર્ષનો હતો. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા ચાલુ રાખ્યા છે. આ હુમલાઓમાં ગાઝા લગભગ તબાહ થઈ ગયો છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 43 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ફરજિયાત લશ્કરી સેવાના ભાગરૂપે તે ઇઝરાયેલી સેનામાં ફરજ બજાવતો હતો. ગાઝામાં એક કેમ્પ સાફ કરતી વખતે ગેરીને શેલથી મારવામાં આવ્યો હતો. ગેરીની નજીકના લોકો કહે છે કે તે તેની ફરજિયાત લશ્કરી સેવાના છેલ્લા સમયમાં હતો અને પરિવારના સભ્યો તેને ટૂંક સમયમાં ઘરે પરત ફરવાની અપેક્ષા રાખતા હતા.
મૃતક સૈનિક ઉત્તર-પૂર્વ ભારતના બનેઈ મેનાશે સમુદાયમાંથી આવ્યા હતા. આ સમુદાયને ઈઝરાયેલમાં પ્રાચીન ઈઝરાયેલી જનજાતિ મનાસીહના ખોવાયેલા વંશજો તરીકે ઓળખવામાં આવે છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સ્ટાફ સાર્જન્ટ ઝોલાટ તેમની સેવા પૂર્ણ કરવાના હતા ત્યારે સોમવારે ત્રણ અન્ય સૈનિકો સાથે વિસ્ફોટમાં તેમનું મૃત્યુ થયું હતું. તે Kfir બ્રિગેડની 92મી બટાલિયનમાં હતો. આ બટાલિયન ઉત્તરી ગાઝામાં લડી રહી છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began