38°C
October 17, 2024
Sports

T20I ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર બન્યો, માત્ર 5 બોલમાં મેચ વિનિંગ

  • September 6, 2024
  • 1 min read
T20I ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર બન્યો, માત્ર 5 બોલમાં મેચ વિનિંગ

સમરીઃ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયર A ની 14મી મેચમાં સિંગાપોર ક્રિકેટ ટીમે મંગોલિયાને માત્ર 5 બોલમાં હરાવ્યું. આ જીતમાં ભારતીય મૂળના લેગ સ્પિનર હર્ષ ભારદ્વાજે 3 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

સ્ટોરીઃ

ICC T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયર A ની 14મી મેચ બાંગીમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મોંગોલિયન ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ T20 મેચમાં મોંગોલિયન ટીમ 10 ઓવરમાં માત્ર 10 રન જ બનાવી શકી હતી અને તેના જવાબમાં સિંગાપોરે માત્ર 5 બોલમાં મેચ જીતી લીધી હતી. જોકે સિંગાપોરે પણ 5 રનના સ્કોર સાથે એક વિકેટ ગુમાવી દીધી હતી.

આ મેચમાં ભારતીય મૂળના 17 વર્ષના બોલર હર્ષ ભારદ્વાજે સમગ્ર મેચમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને માત્ર 3 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. હર્ષ ભારદ્વાજ લેગ સ્પિનર છે, છતાં સિંગાપોરના કેપ્ટન મનપ્રીત સિંહે તેને પહેલી જ ઓવરમાં બોલ સોંપ્યો હતો. જે બાદ હર્ષે પોતાના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને તેની 4 ઓવરમાં માત્ર 3 રન આપીને 6 વિકેટ ઝડપી.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *