મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન મથકોમાં હશે ખાસ વ્યવસ્થા, મતદારો માટે સુગમ બનશે મતદાન
મતદારોને હવે ચૂંટણી દરમિયાન લાંબી લાઈનોમાં ઉભા રહેવાની પરેશાનીનો સામનો કરવો નહીં પડે. ચૂંટણી પંચે તાજેતરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી માટે નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ મુજબ હવે મતદાન મથકો પર મતદાન માટે લાંબી લાઈનોમાં ખુરશીઓ અને બેન્ચ લગાવવામાં આવશે.
મતદાન કરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડતા મતદારોને અવારનવાર ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હવે મતદાતાઓએ મતદાન કરતી વખતે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. મતદારોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ લાઈનમાં જરૂરિયાત મુજબ ખુરશીઓ અને બેન્ચ મૂકવાનો આદેશ આપ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વોટિંગ લાઇનમાં જરૂરીયાત મુજબ યોગ્ય સંખ્યામાં ખુરશીઓ અને બેન્ચ મૂકવાના નિર્દેશ આપ્યા છે. જેનો ઉલ્લેખ તેમણે 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતી વખતે પણ કર્યો હતો. પંચનું માનવું છે કે મતદારો ઘણા મતદાન મથકો પર મતદાન કરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે.
જો કે, મહિલાઓ માટે કતાર અલગ છે અને વૃદ્ધ મતદારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને લાંબો સમય કતારમાં ઉભા રહેવું ન પડે. પરંતુ તેમ છતાં ઘણી વખત દરેક વર્ગના મતદારોની કતાર લાંબી થઈ જાય છે. તેને જોતા હવેથી ચૂંટણી દરમિયાન મતદારોની લાઈનોમાં ખુરશીઓ અને બેન્ચ પણ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મતદારો મતદાન મથકની અંદર બેસીને મતદાન કરી શકે.
આ ઉપરાંત બંને રાજ્યોના તમામ મતદાન મથકો પર રેમ્પ, વ્હીલચેર, પીવાના પાણી, તડકા અને વરસાદથી રક્ષણ માટે જરૂરિયાત મુજબના ટેન્ટ, મોડેલ મતદાન મથકો, મહિલાઓ, યુવાનો દ્વારા સંચાલિત મતદાન મથકો સહિત અન્ય વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવશે. તમામ મતદાન મથકો બે મતદારોના ઘરથી બે કિલોમીટરની ત્રિજ્યામાં બનાવવામાં આવશે.
Read Also CM Yogi Takes Strict Action on Bahraich Violence, Negligent Officers May Face Serious Consequences