‘સિંઘમ અગેઇન’ રૂ. 300 કરોડની ક્લબમાં એન્ટ્રી, વર્લ્ડ વાઈડ કલેકશનમાં એચિવમેન્ટ
‘સિંઘમ અગેઇન’… અજય દેવગનની આ ફિલ્મે દેશમાં 200 કરોડ ક્લબ અને વિશ્વભરમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ‘સિંઘમ અગેન’ માટે બીજો વીકેન્ડ સારો અને ખરાબ એમ બંને રીતે મિશ્ર રહ્યો હતો.
સિંઘમ અગેઈને બીજા વીકેન્ડમાં ૩૦૦ કરોડ કલબમાં એન્ટ્રી કરી લીધી છે. જો કે આ તેનું વર્લ્ડ વાઈડ કલેક્શન રહ્યું છે. આ ફિલ્મ બીજા શનિ-રવિવારે ફરીથી ડબલ ડિજિટ બિઝનેસ કરવામાં સફળ રહી અને દેશના 200 કરોડની ક્લબમાં પહોંચી ગઈ છે.
અગેઇન‘ની સતત ઘટી રહેલી કમાણીમાં છેલ્લા બે દિવસમાં સારી વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે ‘ભૂલ ભુલૈયા 3‘ની કમાણી હવે વધુ ઝડપી છે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત ‘સિંઘમ અગેઇન‘એ શુક્રવારથી રવિવાર સુધી બીજા સપ્તાહમાં 33.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ‘ભૂલ ભૂલૈયા 3‘ એ 41.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર બનવાની ક્ષમતા ધરાવે છે. અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને અર્જુન કપૂર જેવા સ્ટાર્સની સુપરસ્ટાર કાસ્ટ સાથેની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી છે પરંતુ કમનસીબે ફિલ્મને માઉથ પબ્લિસિટીનો લાભ મળ્યો નથી. તેના બદલે, ટીકાને કારણે, તેની કમાણી પ્રથમ સપ્તાહના અંત પછી સતત ઘટી રહી છે.
sacnilkના અહેવાલ મુજબ, ‘સિંઘમ અગેઇન’ એ તેના બીજા રવિવારે દેશમાં 13.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એક દિવસ પહેલા શનિવારે તેણે 12.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે 10 દિવસમાં ફિલ્મે દેશમાં કુલ 206.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રવિવારે બપોરે અને સાંજના શોમાં દર્શકોની સારી એવી ભીડ જોવા મળી હતી. પરંતુ નાઇટ શો માટે પ્રેક્ષકો ઘટ્યા છે.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving